જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા દ્વારા પાઘ બનાવવામાં આવી
બાર જયોતિંગ પૈકી પ્રથમ સોમનાથ જયોતિંગ ખાતે આજે શ્રી રાજપૂત કરણી સેનાની તા.1મી એ નિકળેલી એકતા યાત્રાનું સમાપાન થવાનુઁ છે. શ્રી રાજપુત કરણી સેના દ્વારા સોમનાથ દાદાને પાઘ અર્પણ કરવામાં આવશે.આ પાઘ મુળ બાવળા તાલુકાના છબાસર ગામના વતની અને હાલ રાજકોટ બહુમાળી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારી ધર્મરાજસિંહ વાઘેલા દ્વારા બનાવવામાં આવી છે.
ધર્મરાજસિંહ દ્વારા અગાઉ ચાર વખત સોમનાથ દાદાને પાઘ અર્પણ કરવામાં આવી છે. તેમ સોમનાથ દાદાને અર્પણ કરવામાં આવતી પાઘ કાઠીયાવાડી વિરહમીરજી ગોહીલ સ્ટેટની આંટીયાળી પાઘ અર્પણ કરીછે.ધર્મરાજસિંહ વાઘેલાને બાળપણથી હસ્તકલાના અને સંસ્કૃતિની જાળવણીનો અનોખો શોખ ધરાવે છે.
તેઓ દ્વારા ભારતભરના રાજા-રજવાડા અને તમામ વર્ણ પ્રવેશોની મળી 300 થી વધુ પાઘડી અને સાફા બનાવવામાં આવ્યા છે. તેઓએ અલગ અલગ શહેરોમાં 10 થી વધુ પ્રદર્શનો કરી આપણે સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કર્યોછે. તેમજ ધર્મરાજસિંહ વાઘેલા પર ડોકયુમેન્ટરી ફિલ્મ પણ બની છે.
ધર્મરાજસિંહ વાઘેલા દ્વારા આવનારી પેઢી દર પેઢી સંસ્કૃતિ જળવાય રહે તેવા હેતુથી રપ થી વધુ ટ્રેનીંગ કેમ્પ યોજી હજારો યુવાનને પાઘડી સાફા બાંધવા શિખડાવવામાં આવ્યા છે. જે પૈકી ર00 થી વધુ યુવકો સાફા બાંધી રોજગારી પણ પ્રાપ્ત કરે છે.