આધાર-પાનનાં જોડાણની ૮મી વાર મુદત લંબાવાઇ : સરકાર દેશને ડિજિટલાઇઝ કરવા પ્રયત્નશીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા અભિયાનનું ફલશ્રુતિ માટે દેશના આયકર વિભાગે કમર કસીને પાન અને આધારના જોડાણનું ફરજીયાત કરવામાં આવેલ પ્રથાનો લાભ દેશના તમામ વર્ગના કરદાતાઓને મળે તે માટે પાન સાથે આધાર નંબર જોડવાની અંતિમ તારીખ વધારીને આવતા વર્ષની માર્ચ સુધીની પાન સાથે આધાર જોડવાનું વિસ્તૃતીકરણ કરવાનું સીબીડીટી એ સોમવારે જાહેર કર્યુ છે અગાઉ પાન-આધાર લીકીંગની મુદત આજે મંગળવાર ૩૧મી ડીસેમ્બર રાખવામાં આવી હતી. પાનને આધાર સાથે જોડવાની અંતિમ તારીખ વધારવાની આ જોગવાઇ આવકવેરા અધિનિયમ ૧૯૬૧અંતર્ગત કલમ ૧૩૯-એએ નો પેટા વિભાગ-ર અંતર્ગત આવકવેરા વિભાગે આધાર સાથે પાન કાર્ડને જોડવાની મુદત ૩૧-૧૨-૧૯ થી જોડવાથી વધારીને ૯૧-૩-૨૦૨૦ સુધી લંબાવી હોવાનું આવકવેરા વિભાગે સત્તાવાર રીતે ટવીટર પર જાહેર કર્યુ હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્ષીસ સીબીડીટીએ આ મુદતમાં અત્યાર સુધીમાં ૮મી વાર વધારો કર્યો છે. સુપ્રિમ કોર્ટે ગયા વર્ષે જ કેન્દ્રની આધાર યોજના બંધારણ રીતે માન્ય હોવાનું જાહેર કરીને બાયોમેટ્રીક આઇડી તરીકે તેને ઇન્કમટેકસ રીટર્ન ભરવામાં અને પાનકાર્ડ ઇસ્યુ કરવા માટે માન્ય કરી હતી. એને ફરજીયાત પ્રસિઘ્ધ બનાવી હતી.
આવકવેરા અધિનિયમ કલમ ૧૩૯-એએ (ર) માં આવકવેરા વિભાગે સુચિત કર્યુ છે. કે દરેક વ્યકિત કે જેની પાસે જુલાઇ ૧ ૨૦૧૭ ની સ્થિતિઓ પાનકાર્ડ હોય તેમને આધાર કાર્ડ સાથે જોડાવવું જોઇએ તેમના આધાર નંબર કર વિભાગને આપી દેવા જોઇએ. ભારતના દરેક નાગરીકને ઞઈંઉઅઈં મારફત આધાર કાર્ડ આપવામાં આવ્યા છે. ૧૦આંકડાના આવકવેરા વિભાગ દ્વારા ફાળવેલા પાન નંબર સાથે તેનું જોડાણ ફરજીયાત બનાવવામાં આવ્યો છે.
સીબીડીટી એ આ અંગે આવકવેરા વિભાગ માટે એક ખાસ નિયમો બનાવ્યા છે. તેવી જાહેરાત ૧૦૭ અધિનિયમ અંતર્ગત જાહેરનામુ બહાર પાડી ને આધાર કાર્ડ સાથે પાનકાર્ડના જોડાણની વધુ એકવાર અને કુલ ૮મી વાર મુદત વધારીને દેશના તમામ કરદાતાઓ માટે પાન આધાર જોડવાની મુદતમાં ફેરફાર કરીને આજે મંગળવાર ૩૧-૧૨-૧૯ ના રોજ પુરી થઇ જતી મુદતમાં ૩૧-૩-૨૦૨૦ સુધી વધારો કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સુપ્રિમ કોર્ટે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જ કેન્દ્રની આધાર યોજના સામે ઉભા થયેલા તમામ પ્રશ્ર્નોનો છેદ ઉડાડીને આધારને બંધારણીય આધાર આપી દીધો હતો. અને ભારતીય નાગરીકની ઓળખના માન્ય દસ્તાવેજ તરીકે તેના ઉપયોગને કાયદેસરતા આપી હતી.
વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતની વસ્તીના પ્રત્યેક નાગરીકને ઞઈંઉઅઈં ના માઘ્યમથી ૧૦ અંકના આધાર આપવાનું આ અભિયાનની કાયદેસરતા બાદ આવકવેરા વિભાગે આધાર અને પાન જોડવાનું અભિયાન જોડયું હતું. સરકારની સહાય સબસીડી અને લાભ લાભાર્થીઓ ના બેંક ખાતામાં સીધા જમા થઇ જાય તેવી વ્યવસ્થા સહતિ તમામ કામગીરીમાં આધાર કાર્ડ ખુબ જ ઉપયોગી સાબીત થયું છે.