સમસ્ત પેડુકા ચૌહાણ મોચી સમાજનું પુસ્તક પરિવાર દર્પણ-૨૦૧૭નું વિમોચન રીઅલ સ્પાઈલ હોટલ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. શાંતિલાલ ચૌહાણ પરિવાર દ્વારા દર્પણ પુસ્તકનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું વિમોચન ગઈકાલે શાસ્બી દિલુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ પ્રસંગમાં મોરબીથી પ્રદીપવાળા, અરજનભાઈ જલુ, શાસ્ત્રી દિલુભાઈ, તમન્નાના તંત્રી તુરાપભાઈ આઝાદ, નટુભાઈ ચૌહાણ, અબતક સાંધ્ય દૈનિકના માર્કેટીંગ કર્મચારી સુરેશભાઈ ચૌહાણ તેમજ ધી‚ભાઈ સરવૈયા અને ગુણવંત ચુડાસમા ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સમસ્ત મોચી સમાજના અનેક અગ્રણી ઉપસ્થિત રહી વિમોચન પ્રસંગમાં જોડાયા હતા.
રીટાયર્ડ ડેપ્યુટી એકસયુટીવ ઈજનેર મ.ન.પા.ના શાંતિલાલ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નિવૃતી પછીની પ્રવૃતિના ભાગ‚પે પરિવાર દર્પણ પુસ્તકનું સર્જન કર્યું છે. પેડુકા ચૌહાણ સમસ્ત ઈન્ડિયાની અંદર જેટલા છે તેના કુળદેવી નાંમલ માતાજી છે. તેમાં આખા પરીવારની વિગત પરિવાર દર્પણમાં આવરી લીધી છે. આ ઉપરાંત તેમાં વિવિધ પુસ્તકો જેમાં શૈક્ષણિક, ધાર્મિક અને પારિવારીક રીતે ઉપયોગી થાય તેવી માહિતી પીરસવારમાં આવી છે અને આ બુક માટે મારા ઘણા મિત્રોની સહયોગ લીધો છે. પુસ્તક નિર્માણનો એક માત્ર હેતુ કે હાલની પરિસ્થિતિમાં પરિવાર તુટી રહ્યો છે ત્યારે લોકો એકબીજાની નજીક જાય એકબીજાના પરીચયમાં આવે એક જયોતથી બીજી જયોત એમ મોચી સમાજ એક થાય તે શુભ ભાવના પુસ્તક પાછળ આઝાદની ગઝલો, શેર-શાયરી અને ઓસો ટચના અવતરણો ટાંકયા છે અને આ બુક દ્વારા સમાજ એકતાનો સંદેશ આપવામાં આવ્યો છે.