લોધીકા તાલુકાના ખીરસરા (રણમલજી) ગામે પેડુકા, ચૌહાણ, મોચી પરીવારના કુળદેવી નામલ માતાજીનું નવા મઢનું નિર્માણ ચૌહાણ પરીવાર દ્વારા કરવામાં આવેલ છે જયાં કુળદેવી મા નામલ માતાજીની પધરામણી, રાસ-ગરબાની સંગાથે કરવામાં આવેલ. જેમાં સીતારામ ધુન મંડળ રાજકોટ દ્વારા ધુન-ભજન અને માતાજીની સ્તુતિ સાથે માતાજીની પધરામણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વ્યવસ્થાપક ચમનભાઈ મોહનભાઈ ચૌહાણ (ખીરસરા) સંકલનમાં એસ.એન.ચૌહાણ (નિવૃત નાયબ કાર્યપાલક ઈજનેર આરએમસી), નટુભાઈ એન.ચૌહાણ (રાજકોટ), સવજીભાઈ જે.ચૌહાણ (ખીરસરા), સુરેશભાઈ કે.ચૌહાણ (પત્રકાર રાજકોટ-લોધીકા), મઢની જગ્યાના દાતા દિલીપભાઈ કે.ચૌહાણ (ખીરસરા), રમેશભાઈ સી.ચાવડા (બિલ્ડર રાજકોટ), વિનાયકભાઈ ચાવડા (આર્કિટેક એન્જી.), સરોજબેન ચૌહાણ (મોચી જ્ઞાતિનું ગૌરવ લોકગીત ભજનીક) તેમજ સમસ્ત પેડુકા ચૌહાણ પરિવાર ઉપસ્થિત રહેલ અને આભારવિધિ દિનેશભાઈ સી.ચૌહાણ (કુવાડવા)વાળાએ કરેલ. પરીવારજનોએ મહાપ્રસાદ લીધો હતો. આ પ્રસંગે રાજકોટ ૭૧ના ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા તેમ લોક સાહિત્ય અને હાસ્ય કલાકાર ધીરૂભાઈ સરવૈયાનું ચૌહાણ પરીવાર તરફથી સન્માન કરવામાં આવેલ સાથે કિશોરસિંહ ઝાલા ઉપસ્થિત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.