ફિલ્મ મેકર સંજય લીલા ભંશાલીની બહુ ચર્ચિત ફિલ્મ પદ્માવતીના ત્રીજા અહમ કિરદાર અલાઉદીન ખીલજીના પોસ્ટરને રીલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં આ કિરદાર રણવીર સિંહ નિભાવી રહ્યા છે. તેમણે ટ્વીટર પર આ પોસ્ટરને શેર કર્યું છે. આ પહેલા રાણી પદ્માવતી અને રાજા રતન સિંહનું પોસ્ટર રીલીઝ કરવામાં આવ્યું હતું.ફિલ્મમાં પદ્માવતીના રોલમાં દિપીકા અને રાજા રતન સિંહના રોલમાં શાહિદ કપૂર નજર આવશે.
SULTAN ALAUDDIN KHILJI #Khilji pic.twitter.com/DNtht5bHcQ
— Ranveer Singh (@RanveerOfficial) October 2, 2017
આ ફિલ્મ 1 ડિસેમ્બરે રીલીઝ થશે. આ ફિલ્મ શરૂઆત થી જ વિવાદમાં છે. ત્યાં સુધી કે જયપુરના અમુક સ્થળે તો આ ફિલ્મ નો વિરોધ પણ કર્યો હતો.ફિલ્મનુ નિર્માણ સંજય લીલા ભણસાલીએ કર્યું છે.
SULTAN ALAUDDIN KHILJI #Khilji pic.twitter.com/Ls2IznAq1c
— Ranveer Singh (@RanveerOfficial) October 2, 2017