સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવત વિશે એક મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે પાંચયે રાજ્યોના પ્રતિબંધને નકારી દીધા છે. હવે સંજય લીલા ભણસાલી ની  ફિલ્મ પદ્માવત રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં રજૂ કરવામાં આવશે. નોંધનીય છે કે, આ પાંચેય રાજ્યોની સરકારકે ફિલ્મને રાજ્યમાં રજૂ ન થવા માટે પ્રતિબંધ મૂક્યો હતો.

IMAX 3Dમાં રિલીઝ થશે પદ્માવત

પદ્માવતના મેકર્સ સંજયલીલા ભણસાલી પ્રોડક્શન અને વાયકોમ 18 મોશન પિક્ચર્સે રવિવારે જણાવ્યું હતું કે, ફિલ્મને સમગ્ર દુનિયામાં એક સાથે IMAX 3Dમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ ત્રણ ભાષાઓ- હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.