સુપ્રીમે કહ્યું કે ફિલ્મ પદ્માવત તમામ રાજ્યોમાં રિલીઝ થશે, આ ઓર્ડર અમે પહેલા જ આપી ચૂક્યાં છીએ. ફિલ્મ પદ્માવતની રિલીઝ પર ફેરવિચારણાં માટે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરી રહી હતી. ગુરુવારે કોર્ટે ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં ફિલ્મ રિલીઝ ન કરવાના નોટીફિકેશનની અરજી નકારી કાઢી હતી. બીજી બાજુ હવે કરણી સેનાએ પણ ફિલ્મ જોવાની તૈયારી બતાવી છે. નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટ અને સેન્સર બોર્ડ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા પછી પદ્માવત 25 તારીખે રિલીઝ થવાની છે.

કાલવીએ કહ્યું છે કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરકારે સુપ્રીમ કોર્ટમાં પીટિશન દાખલ કરી છે. ગુજરાતના થિયેટરના માલિક પણ આ ફિલ્મ બતાવવા નથી માગતા. જ્યારે તમિલનાડુ અને કર્ણાટકની સરકાર પણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પીટિશન દાખલ કરવાની છે. આ સંજોગોમાં પીએમ મોદી પાસે આશા રાખીએ છીએ કે તેઓ આ ફિલ્મ પર પ્રતિબંધ મુકાવે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.