રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હોદેદારોની નિયુકિત
રાજપૂત સમાજની યાદી જણાવે છે કે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ સુખદેવસિંહ ગોગામેડી, રાષ્ટ્રીય ઉપપાઘ્યક્ષ યોગેન્દ્રસિંહ કટાર તથા ગુજરાત પ્રદેશ અઘ્યક્ષ રાજેન્દ્રસિંહ શેખાવતના નેજા હેઠળ રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાની કાર્યકારીણીની વિસ્તાર રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. ગુજરાત અને રાજકોટ ખાતે હોદેદારોની નિયુકિત કરવામાં આવેલ છે. જેમાં ચંદુભા (નારણસિંહ) પરમાર, ગુજરાત પ્રદેશ ઉપાઘ્યક્ષ જોગેન્દ્રસિંહ ચંપાવત, ગુજરાત પ્રદેશ ઉપાઘ્યક્ષ ભાવસિંહ ડોડીયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ડોડીયા, સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ મનોજસિંહ ડોડીયા, સૌરાષ્ટ્ર ઉપાઘ્યક્ષ યુવરાજસિંહ ડોડીયા, રાજકોટ શહેર અઘ્યક્ષ લાલભા ડોડીયા, રાજકોટ ગ્રામીણ અઘ્યક્ષ સંજયસિંહ વાઘેલા, રાજકોટ શહેર પ્રવકતા તથા યોગીરાજસિંહ તલાટીયા, વિધાનસભા ૬૯ અઘ્યક્ષ પદે નિયુકત કરવામાં આવેલ છે. રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાં જોડાવા માટે સર્વે રાજપૂતોને આહવાન છે. સેનામાં જોડાવા યુવરાજસિંહ ડોડીયા ૯૭૩૧૭ ૧૫૮૫૦, મહીપતસિંહ ખેર ૭૦૪૮૪ ૬૬૬૨૬, જયદીપસિંંહ ભટ્ટી ૯૬૬૨૪ ૦૦૦૦૯ મૌલિકસિંહ વાઢેર ૯૯૨૫૩ ૧૪૧૪૧ નો સપંક કરવો.
આ સિવાય ‘અબતક’ની મુલાકાતે આવેલા સભ્યોએ જણાવ્યું હતું કે ગમે તે થાય પહ્માવત રીલીઝ નહી થવા દઇએ. આ સિવાય રીલીઝ થઇ તો અશાંતિની જવાબદારી તંત્રની રહેશે આવા મતલબનું અમે આવેદન આપવાના રહેશે.
પહ્માવતની રીલીઝ ડેટ જાહેર થઇ છે. કેમ કે સેંસર બોર્ડે પાસ કરી દીધી છે. બીજી તરફ ફિલ્મ રીલીઝ ન થવા દેવાની વાત થઇ હતી છે. હવે તો ફિલ્મ રીલીઝ થાય તો અને ત્યારે જ ખબર પડશે કે શું થાય છે? સેંસરે હરી ઝંડી આપી એટલે નિર્માતા છુટા