રાજસ્થાન, મધ્યપ્રદેશની અરજી સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટે કહ્યુંકે ફિલ્મ પદ્માવત તમામ રાજયોમાં રીલીઝ થશે. આ ઓર્ડર અમે પહેલા જ આપી ચૂકયા છીએ કોર્ટ ફિલ્મ પદ્માવતની રીલીઝ પર ફેર વિચારણા માટે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરકારની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી કરી રહી હતી. ગુ‚વારે કોર્ટે ગુજરાત, મધ્યપ્રદેશ રાજસ્થાન અને હરિયાણામાં ફિલ્મ રીલીઝ ન કરવાનાં નોટીફીકેશનની અરજી નકારી કાઢી હતી બીજી બાજુ હવે કરણી સેનાએ પણ ફિલ્મ જોવાની તૈયારી બતાવી છે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે અને સેન્સર બોર્ડ તરફથી ગ્રીન સિગ્નલ મળ્યા પછી પદ્માવત ૨૫ તારીખે રીલીઝ થવાની છે.
સુપ્રીમે શું કહ્યું
કોર્ટે કહ્યું રાજયોએ સુનિશ્ર્ચિત કરે કે કાયદો અને વ્યવસ્થા જળવાળ રહે.
રાજસ્થાન તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ (એ.એસ.જી) તુષાર મહેતાએ સુપ્રીમ કાષર્ટમાં દલીલ કરી કે, હું એમ નથી કહેતો કે ફિલ્મને બેન કરો, પરંતુ હું એમ કહું છે કે સુપ્રીમ કોર્ટના પહેલાના ઈન્ટરિમ ઓર્ડરમાં કેટલાક મોડિફિકેશન્સ કરવામાં આવે.
તેમની આ દલીલ સામે સીજેઆઈ દીપક મિશ્રાની આગેવાની હેઠળની ત્રણ જજની બેંચે કહ્યું. લોકોએ એ સમજવું જ જોઈએ કે કોર્ટ જેવી એક સ્ટેટયુટરી બોડી છે અને અમે એક આદેશ પણ પસાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, રાજયોએ સુનિશ્ર્ચિત કરે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
યોગીને મળ્યા કરણી સેનાના પ્રમુખ
રાજપૂત કરણી સેનાના પ્રમુખ લોકેન્દ્ર સિંહ કાલવી અને તેમના અન્ય સાથીઓ સોમવારે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી ત્યાર પછી કાલવીએ કહ્યું કે, અન્ય રાજયોની જેમ યોગી સરકાર પણ ચિંતિત છે. યોગીએ ગંભીરતાથી અમારી વાત સાંભળી છે. તેમને આ મુદાની સંવેદનશીલતાની માહિતી છે.
અમે ફિલ્મ જોવા માટે તૈયાર
કાલવીએ કહ્યું કે, અમને ફિલ્મના ૪૦ પોઈન્ટસથી તકલીફ છે. તેમ છતા જો ભણસાલી અમને ફિલ્મ બતાવવા માંગતા હોય તો અમે તૈયાર છીએ.