ક્ષત્રિય સમાજના આગેવાનો કહેશે તો પદ પરથી રાજીનામાં
વિવાદિત બોલીવુડ ફિલ્મ પદ્માવત મામલે સમગ્ર રાષ્ટ્રમાં રાજપૂત સમાજની સાથે સાથે અન્ય સમાજ પણ ફિલ્મને પ્રદર્શિત થતી રોકવા આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે જો કેન્દ્ર સરકાર ૨૫ તારીખ પહેલા ફિલ્મને રિલીઝ થતી નહિ અટકાવે તો મોરબી ભાજપના ક્ષત્રિય આગેવાનો દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનો કહેશે તો રાજીનામાં ધરી દેવાની ચીમકી ઉચ્ચારતા ચકચાર જાગી છે.
મોરબી જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ નરેન્દ્રસિંહ નાથુભા જાડેજા અને મોરબી જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજપૂત સમાજમાં અમારો જન્મ થયો છે અને એક સાચા અર્થ માં જો એક રાજપુત તરીકે અમારી ફરજ આવે ત્યારે પક્ષ કરતા પ્રથમ મારે મારા સમાજ ની સાથે ઉભા રહેવાની ફરજ છે.જેથી સમાજ કહેશે તો રાજીનામાં પણ આપી દેશું તેવું સ્પષ્ટ રીતે બન્ને આગેવાનોએ જણાવ્યું હતું.
આ સંજોગોમાં જો સમગ્ર ભારતમા પદ્માવતી જેવા મહાન વિભુતી જેને પોતાના શીલ અને ચારિત્રને બચાવવા જૌહર કરેલ એવા મહાન પાત્રને જ્યારે તોડી મરોડી ને ફિલ્માંકન કરીને રજૂ કરવા જઇ રહ્યા છે ત્યારે રાજપુત સમાજ સાથે સમગ્ર હિન્દૂ સમાજ પ્રતિબંધ મુકવાની માંગણી કરી રહ્યો હોય ત્યારે અમો પણ કેન્દ્ર સરકાર પાસે એજ અપેક્ષા રાખી છી કે સમગ્ર હિન્દૂ સમાજની લાગણી ને અને માંગણીને માન આપી ને સમગ્ર ભારત મા ૨૫ તારીખ પહેલા આ ફિલ્મ ઉપર પ્રતિબંધ મૂકવામાં નહિ આવે તો ક્ષત્રિય સમાજની લાગણીને માન આપી સમાજ કહેશે તો રાજીનામાં ધરવા ભાજપ અગ્રણીઓએ તૈયારી દાખવી છે. આમ, ફિલ્મ પદ્માવતને લઈ અત્યાર સુધી કરણીસેના દ્વારા ચાલતા રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં મોરબી જિલ્લા ભાજપના હોદ્દેદારોએ જો સમાજ કહેશે તો પક્ષમાંથી રાજીનામાં આપવાની ચીમકી આપતા ખડભળાટ મચી ગયો છે.