અબતક મીડિયાને સથવારે ઝુમ્બા ઈવેન્ટમાં ધીરજ સુદ, જાગૃતિ સોલંકી અને આશી દવે દ્વારા ઝુમ્બા માસ્ટર કલાસ કરાવાયા
રાજકોટમાં સૌ પ્રથમવાર ઝુમ્બા માસ્ટર કલાસનું સિઝન્સ હોટલ ખાતે કરવામાં આવ્યું હતુ અબતક મિડિયાના સથવારે યોજાયેલ આ ઈવેન્ટમાં ઝુમ્બા એજયુકેશન સ્પેશિયાલિસ્ટ ધીરજ સુદ અને ઝુમ્બા ઈન્સ્ટ્રકટર નેટવર્કના જાગૃતિ સોલંકી અને આશી દવે દ્વારા ઝુમ્બા માસ્ટર કલાસ યોજાયો હતો. આ ઈવેન્ટમાં 300થી વધુ લોકોએ ઝુમ્બાનો લાભ લીધો હતો. આ ઈવેન્ટને વત્સલ પાઠક અને એમઝેડ ફિટનેસ હબ સાથે સાથે ડી.એસ. ઈન્ટીગ્રેટેડ ફાયનાન્સ સેકશન પ્રા.લિ., મોસ્કો બ્યુટી પાર્લર, વિગ્ઝ આઈવીએફ, ઈનોવેટીવ ઈન્ટરનેશનલ સ્કુલ અને યુરો કિડઝનો સપોર્ટ મળ્યો હતો.
જાગૃતિ સોલંકીએ 350થી વધુ લોકોને ઝુમાવ્યા
આ તકે ઝુમ્બા ઈન્સ્ટ્રકટર જાગૃતિ સોલંકીએ જણાવ્યું હતુ કે સેઝ ઓફ ધ ગુજરાત ધીરજ સુદને અમે બોલાવીને સૌરાષ્ટ્રમાં ઝમ્બાની પહેલ કરી છે. મોટેભાગે હાલ ઈલીગલ ઝુમ્બા ઈન્સ્ટ્રકટર ઝુમ્બ કલાસ ચલાવતા હોય છે તે નાબુદ કરવા માટે થઈને મેં આ ઈવેન્ટ ઓર્ગેનાઈઝ કરી છે. આ ઈવેન્ટમાં 350 થી 400 લોકો જોડાયા હતા. આ ઈવેન્ટમાં રાજકોટના લોકોનો રીસ્પોન્સ ખૂબજ સારો રહયો છે.
ધીરજ સુદે રંગીલી પ્રજા સાથે કરી મોજ
આ તકે ઝુમ્બા એજયુકેશન સ્પેશિયાલીસ્ટ ધીરજ સુદે જણાવ્યું હતુ કે રાજકોટમાં આ મારી પહેલી ઈવેન્ટ હતી અને મને અહી ખૂબજ મજા પડી રાજકોટમાં આ ઈવેન્ટમાં લોકોનો ખૂબ જ સારો આવકાર મળ્યો ઘણા લોકોએ પ્રથમવાર અહી ઝુમ્બા કર્યું હતુ. તેમનો રીસ્પોન્સ જોઈને ખૂબજ મજા પડી ઝુમ્બાએ મારા જીવનનો ખૂબજ મહત્વનો ભાગ છે. જયારે મારા જીવનનો મહત્વનો પ્રશ્ર્ન હતો કે હું કયાં ક્ષેત્રે આગળ વધુ તે સમયે મેં ઝુમ્બા પસંદ કર્યું હતુ અને આજે ઝુમ્બા ક્ષેત્રે ખૂબજ નામના મેળવી છે ત્યારે લોકોની પ્રેમ અને સહકાર મળી રહ્યો છે.