અબતક,રાજકોટ
દેશમાં વિવિધ ક્ષેત્ર ઉચ્ચ પ્રકારની શ્રેષ્ઠ કામગીરી, સેવા કરનાર મહાનુભાવોને જુદા-જુદા પુરસ્કારોથી નવાજવામાં આવે છે. આ પુરસ્કાર માર્ચ-એપ્રિલમાં રાષ્ટ્રપતિના હસ્તે આપી સન્માનવાના કાર્યક્રમમાં વડાપ્રધાન સહિતના કેન્દ્રીય મંત્રીઓની ખાસ ઉપસ્થિતિ રહેતી હોય છે.
ગઈકાલે પ્રજાસત્તાક પર્વે પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી જેવા ગરીમા પૂર્ણ પુરસ્કારથી ગુજરાતના સાત સહિત દેશના 128 મહાનુભાવોને નવાજવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં પદ્મ વિભૂષણ-4, પદ્મ ભૂષણ-17 જયારે પદ્મશ્રીના સન્માન માટે 107 આમ કુલ 128 મહાનુભાવોની પસંદગી કરવામાં આવી છે.
આ પુરસ્કારો, કલા-શિક્ષણ, સાહિત્ય, નાગરીક સેવા, ઔદ્યોગિક ક્ષેત્ર, રમત-ગમત, સાયન્સ અને એન્જી. સમાજ સેવા, આરોગ્ય, પશુ સંવર્ધન વગેરે જેવી પ્રવૃત્તિઓ માટે આપવામાં આવે છે.જેમાં ગુજરાતમાં સ્વામિ સચ્ચિદાનંદને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ઉતમ સેવા બજાવવા બદલ પદ્મભૂષણ જયારે ડો. લતા દેશાઈને આરોગ્ય, મૂળજીભાઈ દેશાઈને નાગરીક બાબતો, ખલીલ ધનતેજવીને સાહિત્ય શિક્ષણ તેમજ સવજીભાઈ ધોળકીયાને સમાજ સેવા માટે જયારે રમીલાબેન ગામીતને સમાજસેવા તેમજ જયંતકુમાર વ્યાસને સાયન્સ એન્ડ એન્જી. ક્ષેત્રે સેવાઓ માટે પદ્માશ્રી પુરસ્કારથી નવાજવામાં આવશે.
આમ ગુજરાત સહિત સમગ્ર દેશના 128 મહાનુભાવોનું આગામી સમયે રાષ્ટ્રપતિના હસ્તે ગરીમાપૂર્ણ સન્માન પૂરસ્કારથી નવાજવામાં આવશે.
‘અબતક’ સાથે સવજીભાઈ ધોળકીયાનો વાર્તાલાપ
મેં દરેક જીવાત્માના કલ્યાણ માટે પંચગંગા તીર્થ હરિક્રિષ્ણ સરોવર નિર્માણ કર્યા છે
પ્રજાસત્તાકદિન પર્વે પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી પામનાર સમાજ સેવાના ભેખધારી સવજીભાઈ ધોળકીયાએ નઅબતકથ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતુ કે મેં કોઈ પુરસ્કાર માટે નહી પરંતુ જગતના દરેક જીવાત્માના કલ્યાણની કામના માટે પંચગંગા તીર્થ હરેકૃષ્ણ સરોવર નિર્માણ કર્યા છે. આમ યોગ્ય વ્યકિતનું યોગ્ય સન્માન થાય ત્યારે સમજવું કે સમાજમા હકારાત્મક કામોની નોંધ લેવાય છે.