પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દસિંહ ધોનીએ સોમવારે ભારતના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભુષણથી સન્માનીત કરવામાં આવ્યો હતો. ધોનીએ લેફીટનેન્ટની માનદ પદવીથી સૈન્યના ડ્રેસમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે પદ્મભૂષણ સ્વીકાર્યુ હતું. ધોનીની કેપ્ટનશીપના ભારતે ૭ વર્ષ પહેલા ર એપ્રીલના રોજ જ વર્લ્ડકપ જીતી શ્રીલંકાને હરાવ્યુ હતું અને તે તારીખે જ તેને પદ્મભુષણ મેળવવાનો અવસર પ્રાપ્ત થયો છે.
ધોનીએ આ પૂર્વ ૨૦૦૭માં દેશના સર્વોચ્ચ ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન ૨૦૦૯માં પદ્મશ્રી ૨૦૦૬માં સ્વર્ણચંદ્રક હાંસિલ કર્યા છે. ધોનીની પહેલા ૧૦ ક્રિકેટરોએ આ સન્માન પ્રાપ્ત કર્યા છે. જેમાં સચિન તેૅડુલકર, સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, રાહુલ દ્રવીડ, ચંદુ બોર્ડે, પ્રેફેસન ડીબી, દેવધર, સી.કે. નાયડુ, લાલા અમરનાથ, રાજા ભાલેન્દ્રસિંહ અને વિજય આનંદનો સમાવેશ થાય છે. ધોની ઉપરાંત તોઇસ્કાના સ્નુકર પ્લેયર અડવાણી ર૦૧૮ ના પ્લેયર ઓફ ધ યર રહ્યા હતા. ૨૦૦૬ માં દોહા અને ૨૦૧૦ ગાંઝોઉમાં એમ એશિયન ગેમ્સમાં ર વખત ગોલ્ડ મેડલ જીતી ચુકયા છે. મેન્સ સિગ્લસમાં કિદામ્બી શ્રીલંકા, ટેનીસ પ્લેયર સોમદેવ, વેઇટ લિફટર શાયકોમ મીરાબાઇ છાનુ, મુલીકાંત પેતકરને પણ આ વર્ષે ચોથું સૌથી મોટું સન્માન આપવામાં આવ્યું હતું. આમાથી કોમનેવલ્થ માટે ગયેલા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,