ગુજરાતનું ગૌરવ બનેલા ગીરનું રતન હીરીબેન લોબી રાષ્ટ્રપતિના હાથે સન્માનિત થઈ રાજકોટ આવતા સીદી સમાજે કર્યું ભવ્ય સ્વાગત – સન્માન
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં મીડિયાને લોકતંત્રના ચોથા સ્તંભનું સન્માન અપાયું છે .ત્યારે માધ્યમોની પણ સમાજ ને દિશા નિર્દેશ આપવાની એક આગવી ફરજ હોય છે. અબતક મીડિયા સમાચાર, માહિતી અને સકારાત્મક અભિગમ સાથે સમાજમાં છેવાડાના લોકો સુધી પહોંચીને સમાજની પ્રતિભાને ઉજાગર કરવાની ફરજ બજાવે છે ..અબ તક મીડિયા દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચ 2022 ના રોજ “હોટેલ ઇમ્પીરીયલ પેલેસ”માં સામાજિક રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજની વિશિષ્ટ મહિલા પ્રતિભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું . સમાજ માટે કંઈક અલગ રીતે કરી છૂટતા મહિલા રત્નોને અબ તક મહિલા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા અબ તક દ્વારા એક એક મહિલા પ્રતિભા ને વીણી વીણીને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા
અબધક ના આ દ્રષ્ટિ કોણ ને સાર્થકતા મળી હોય તેમ અબ તકના એવોર્ડ માટે તાલાલાના જાંબુર ગામના સીદિ બાદશાહ સમાજના અને આદિવાસી સમુદાયને શિક્ષિત દીક્ષિત અને પગભર બનાવવા માટેના ભેખધારી અને મહિલાઓને બચત થી પગભર કરવાની સફળતા મેળવનાર હીરીબેન લોબીને અબતક મહિલા રત્નો એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને રાષ્ટ્રપતિના હાથે પદ્મશ્રી એવોર્ડ થી નવાજવામાં આવ્યા ..
અબ તકના કાર્યક્રમમાં મહાનુભાવો ની ઉપસ્થિતિમાં મંચ પર આવેલા હીરીબેન લોબીએ અબ તકનો આભાર માની જણાવ્યું હતું કે કામ કરનારને જ્યારે જ્યારે સન્માનિત કરવામાં આવે છે ત્યારે તેના પુરુષાર્થ નો થાક ઉતરી જાય છે.હીરી બેન લોબી લએ પોતાની તળપદી ભાષામાં મહિલાઓને બચતની શિખામણ આપતા વક્તવ્યમાં સૌને ખડખડાટ હસાવી દીધા હતા . અબ તક મહિલા એવોર્ડ વિજેતા આ રતન પોતાની ઉત્કૃષ્ટ સેવા માટે પદ્મશ્રી માટે પસંદ થયા હતા અને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સહિતના મહાનુભાવો અને વિશ્વભરના ડેલીગેટ્સની ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ ડોક્ટર દ્રોપદી મુરમુ ના વરદ હસ્તે હીરીબેન લોબી ને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય કક્ષાના સર્વોચ્ચ પુરસ્કાર માટે પસંદ થયેલા હીરીબેનલોબી રાષ્ટ્રપતિ ભવનમાં પણ પોતાના આગવા અંદાજમાં ખીલી ઉઠ્યા હતા …તેમણે રાષ્ટ્રપતિ શ્રી ના ખંભે બંને હાથ મૂકીને પરસ્પરના સાનિધ્ય અને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સરકારનો આભાર માની તળપદી શૈલીમાં સંબોધન કરતા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા. અબ તકના સન્માન સમારોહમાં પણ હીરીબેન નો આ અંદાજ જોવા મળ્યો હતો.
રાષ્ટ્રપતિ ભવનમાં હીરી બાઈ નું આ રૂપ જાણે કે અબ તક ના કાર્યક્રમ નું પ્રતિબિંબ હોય તેવું દેખાયું હતું. હીરીબેન નું જ્યારે રાષ્ટ્રપતિ એવોર્ડ માટે નામાંકન થયું ત્યારે તેમણે પોતાના પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અબ તકનો એવોર્ડ માટે શુકનવંતો સાબિત થયો છે, અને હું રાજકોટ થી રાજધાની સુધીની સફર કરવામાં સફળ થઈશ. હીરીબેન વર્ષોથી આદિવાસી વિસ્તાર અને ખાસ કરીને સીધી બાદશાહ સમુદાયના મહિલાઓને પગભર કરવા માટે સખી મંડળીઓના માધ્યમથી સેવા કરી રહ્યા છે.
પદ્મશ્રી પુરસ્કાર મને અને મારા સમાજને હર હંમેશ ઉજળો રાખશે: હીરીબેન લોબી
પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હીરીબેન લોબીએ જણાવ્યું કે, પદ્મશ્રી પુરસ્કાર મને અને મારા સમાજને હંમેશા ઉજળો રાખશે. એક એક લોહીનું ટીપું મારું આજે આવનારી પેઢીને આ પુરસ્કારથી ઉજળા કરશે અને આ જ વારસાને મારી આવનારી પેઢી પણ આગળ વધારશે.બાળપણથી જ હું નીડર થઈને રહી છું.સરકાર મારી અને મારા સમાજ પાછળ ઉત્તમ કાર્યો કરવા સહયોગ કરી રહી છે. મારા સમાજના બાળકો માટે શિક્ષણ અને રમતગમતનું મેદાન કરવાનું છે વિદેશની ધરતી પર બાળકોનું વર્ચસ્વ વધે અને સિદી સમાજનું નામ રોશન કરે એ મારું સ્વપ્ન છે.
મારી સમાજની બહેનોને રોજી રોટી એક જ સ્થળ પર મળી રહે તાલીમ હોલ બનાવો છે મારી સમાજની બહેનો જે માંગે એ મળશે એ વચન મને રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપ્યું છે. સમાજના બાળકો માટે એક જ જગ્યા પર વિશાળ હોસ્ટેલ સાથે શાળાનું નિર્માણ કરાવવાનું છે. સમાજના લોકોને રોજગારી અને સન્માનભેર જીવન મળે એની પાછળ કાર્ય કરતી રહીશ. આવનારી પેઢીને મોટું પ્રેરણાનું ઝરણું મળશે જવાહરલાલ નેહરુને જે પુરસ્કારથી સન્માનિત કર્યા હતા એ અમારા સમાજના હીરીબેનને મળ્યો છે. સમાજના દરેક દીકરા દીકરીઓને શિક્ષિત કરવા છે.અને સમાજમાં શિક્ષણનો વેગ વધે એ કાર્યો કરતા રહેવા છે.
સીદી સમાજમાં ગૌરવ અને આનંદની લાગણીઓ:ડો.હાસ્મભાઈ ભાલીયા
સીદી સમાજના અગ્રણી ડો.હાસ્મભાઈ ભાલીયાએ જણાવ્યું કે, દિલ્હી ખાતે અમારા સમાજના હિરલા હીરીબેન લોભી ને રાષ્ટ્રપતિ ના હસ્તે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે એ અમારી સમાજ માટે ગૌરવવંતી ક્ષણ હતી. આજે સમાજના શ્રેષ્ટીઓ અગ્રણીઓ સર્વે સમાજનું છાતી ભુલાઈને ગદગદ થઈ છે શબ્દો નથી મળી રહ્યા એટલો આનંદ થઈ રહ્યો છે. સમાજમાં શિક્ષણની જાગૃતતા આવે સમાજના લોકોને જ્ઞાન મળે એ તરફ બચપનથી જ હીરીબેન લોબી કાર્ય કરવા તત્પર રહ્યા છે. સીદી સમાજના શ્રેષ્ઠિઓ અગ્રણીઓ સહિતના લોકો હીરીબેન લોબીનું શાલ ઓઢાળી સન્માન કર્યું છે. લોકોને આજે ખ્યાલ પડ્યો છે કે ગુજરાતમાં કોઈ એવા હબસી આફ્રિકન ગુજરાત રાજ્યની અંદર વસવાટ કરે છે જેને રાજ્ય રાષ્ટ્રીય કક્ષાનો સર્વોચ્ચ પુરસ્કાર મળ્યો છે.હીરીબેન લોબી એ સમાજને રાષ્ટ્રના જનજન સુધી પહોંચાડ્યો.