કુદરતે આપેલી ખોટ સામે લાચાર બનવાને બદલે અડગ રહી કનુભાઈ ટેઈલરે અન્ય દિવ્યાંગો માટે પોતાનું જીવન સમર્પિત કર્યું
કનુભાઈએ સુરતમાં એશિયાની પ્રમ દિવ્યાંગો માટેની શાળા અને બીસીએ કોલેજ બનાવી: આગામી સમયમાં દિવ્યાંગો માટે યુનિવર્સિટી સ્થપાશે
સમાજે વિકલાંગ માટેના દ્રષ્ટીકોણ બદલવાની તાતી જરૂરીયાત
સુરતમાં એશિયાની પ્રમ દિવ્યાંગોની શાળા તેમજ બીસીએ કોલેજ બનાવનાર દિવ્યાંગ કનુભાઈ ટેઈલરે પોતાનું જીવન દિવ્યાંગો માટે સમર્પિત કરી દીધું છે. દિવ્યાંગોને પગભર બનાવવાના પ્રયાસોને ધ્યાને લઈ તેઓને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ઉપરાંત પદ્મશ્રી કનુભાઈ ટેઈલર આગામી સમયમાં દિવ્યાંગો માટે યુનિવર્સિટી સપવા જઈ રહ્યાં છે.
‘અબતક’ સોની વાતચીત દરમિયાન કનુભાઈ ટેઈલરે જણાવ્યું કે, અહીંયા સમગ્ર એશિયાની સૌથી પ્રમ વિકલાંગ બાળકોની શાળા છે. પ્રામિક, માધ્યમિક તા ઉચ્ચત્તર શાળા છે પરંતુ ૧૨ ધોરણ ભણ્યા પછી દિવ્યાંગોને નોકરી મળતી ની. અત્યારના સમયમાં ૧૨ ધોરણ એટલે કંઈ જ ન કહેવાય સરકારે ૫% અનામત રાખ્યા પણ એમનું કહેવું છે કે, દિવ્યાંગ ગ્રેજયુએટ મળે તો તેમને પહેલા લેવાના અને બારમાં ધોરણવાળાને પછી લેવાના. વિકલાંગ કોલેજ કરી ન શકે, ફી ભરી ન શકે તે માટે ભારતભરમાં પહેલીવાર દિવ્યાંગ બાળકોની પ્રભુ બીસીએ કોલેજ ચાલુ કરી. જેમાં દર વર્ષે ૨૫ બાળકો દાખલ થાય છે અને ૨૫ એ ૨૫ બાળકોના રિઝલ્ટ આવ્યા પહેલા જ કેમ્પસ ઈન્ટરવ્યુમાં ૧૦૦ ટકા તે લોકો જોબ મળી જાય છે.
આ બહુ મોટી આગવી સિદ્ધિ છે. દિવ્યાંગ બાળકોને, દિવ્યાંગ વ્યક્તિઓને જયારે ઘરમાંથી બેસી રહ્યાં હોય તો તેના મા-બાપ એમ માને કે અમારે તેને બે ટાઈમ જમવાનું આપવાનું છે. બે જોડી કપડા આપવાના છે તે તો બિચારો છે લાચાર છે તેના મા-બાપ એમ કહે છે. આજે પણ તેવું કહેતા હોય છે કે અમે પાપ કર્યા છે. તેથી ભગવાને અમને ઘરમાં આવો વિકલાંગ બાળક આપ્યો. અમારે તેની સેવા કરવાની, જીવશે ત્યાં સુધી ખવડાવીશું આજની તારીખમાં પણ મા-બાપ તેને તેજ વસ્તુ કહેતા હોય છે.
હું તો તમને તેનાી વધુ કહું કે લગ્ન હોયને બહારગામ જવાનું થાય તો મા-બાપ તેના વિકલાંગ બાળકને મારે ત્યાં મૂકી જાય. સાહેબ બે દિવસ રાખજોને મારે જવું પડે તેમ છે. આવી કરૂણ પરિસ્થિતિમાં વિકલાંગ દિકરો, દિકરી બી.સી.એ. કોલેજ કરી જાય એને જોબ મળી જાય. ઓછામાં ઓછો દસ હજાર પગાર મળી જાય. એટલે ચમત્કાર થઈ જાય. એજ મા-બાપ એજ સમાજ એજ સગા વહાલા એમ કહે નોર્મલ બાળકને કે તારા ભાઈથી ચલાતું નથી તો પણ ઘરમાં તે દસ હજાર રૂપિયા લાવે છે તો તેના માટે આ શિખ. આવા શબ્દો તેના મા-બાપ બોલતા હોય છે. પણ બીજી કોલેજમાં મેરીટ ફ્રી હોતું નથી. એક વર્ષની સીત્તેર હજાર રૂપિયા ફી ભરવી પડે ત્યારે આવા-જવાના રીક્ષાના ૧૦૦ રૂપિયા આપવા પડે.
આ ખર્ચો તેના મા-બાપ કરીન શકે એટલે જ વિનામુલ્યે આ ભારતની પહેલી કોલેજ બનાવી કે મને ખબર હતી કે હું પોતે વિકલાંગ છું. મેં વિકલાંગતા અનુભવી છે, મારા મા-બાપ બહુ જ ગરીબ પરિસ્થિતિના હતા એટલે મને ખ્યાલ હતો કે વિકલાંગતાની ગરીબાઈ શું છે ? અને વિકલાંગ બને તે એને જ ખબર પડે દર્દ, દુ:ખ એને જ અનુભવાતી હોય, બધા લોકો સમાજમાં તેને દયાથી જ જોતા હોય છે. કોઈ એવું વિચારતું નથી કે આ વ્યક્તિને હું મદદ કરવા તૈયાર થાવ, મદદ કરવાની હોય તે લોકો કદાચ એકવાર ટ્રાઈસિકલ, વ્હીલચેર, ઘોડી આપી જાય. એટલામાં એવું માનતા હોય કે અમને સ્વર્ગની સિડી મળી ગઈ.
આજે પણ સમાજ એવું માને છે, વિકલાંગને સહારો બનવા, પગભર કરવા આજે પણ સરકારની અનેક યોજનાઓ હોવા છતાં દિવ્યાંગ લાચાર બનીને જીંદગી જીવતો હોય છે. હું પણ એક દિવસ ફૂટપા પર હતો. ત્રર વર્ષ ફૂટપા પર સુઈ રહ્યો છું. ત્યારે હું ઓટલા પર સુઈ રહેતો હતો ત્યાં ચિંતામણી મહાદેવનું મંદિર છે. હું ત્યાં ઓટલા પર સુતો હતો અને તે લોકો રાત્રે ૧૧ વાગ્યા સુધી જાગતા રહે. કારણ કે તેમને ખબર હતી કે આ અમારા ઓટલા પર સુઈ રહે છે. જતી વખતે સાડા અગીયાર વાગ્યે પાણી રેડીને જાય કે અહીંયા સુઈ ના જાય. એ જ ઓટલા પર હું બેસીને સૂઈને સૂતા સૂતા ચિંતામણી મહાદેવને એમ કહેતો કે મહાદેવ દાદા તારું નામ ચિંતામણી મહાદેવ કોણે રાખ્યું. તું તારી ચિંતા ઓછી કરતો નથી તો તારું ચિંતામણી મહાદેવ નામ રાખવાની કોઈ જરૂર જ નથી. હું રોજ ૨૦ રૂપિયાના ચા અને ભજીયા ખાતો હતો પણ મેં સુરતમાં આવીને એક વિકલાંગોનું પ્રિન્ટીંગ પ્રેસ ચાલું કર્યું એમાં પાંચ વિકલાંગોને રાખ્યા તે વિકલાંગોને કહ્યું કે આપણે પાંચ ભાગીદાર છીએ જે પૈસા આવે તે આપણે પાંચેયે બેસીને દર મહિને આપણે લઈ લેવાના પહેલા શરૂઆતના ત્રણ મહિનામાં પાંચ હજાર રૂપિયા નફામાં આવ્યા પછી થોડા વધતા ગયા અને એ પ્રિન્ટીંગ પ્રેસમાં જે આવક તી હતી તે બીજા વિકલાંગોને આપી દેતા હતા.
જયારે ૧૯૮૭માં ગુજરાતમાં બહું દુકાળ પડયો હતો ત્યારના જે મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી હતા. મેં તેમને એક પત્ર લખ્યો હતો તે અમે પાંચ વિકલાંગોએ ભેગા કરેલા પૈસા પાંચ હજાર રૂપિયાનું દાન આપવાના છીએ તો ક્યાં આપવું ? શું કરવું ? અમરસિંહભાઈએ તુરંત જ પત્રનો જવાબ આપ્યો હું વિકલાંગોના પ્રિન્ટીંગ પ્રેસમાં આવું છું અને તે આવ્યા ત્યારે અમે પાંચ હજારના બદલે અગિયાર હજાર આપ્યા ત્યારે તેમને કહ્યું કે આજે અગિયાર હજાર એ અગિયાર કરોડી પણ વધારેનું મુલ્ય છે. આ વિકલાંગોની સારી કમાણી છે. વિકલાંગોનો સાચા પરસેવાના પૈસા છે. ત્યારપછી થોડા જ સમયમાં વરસાદ પડયો હતો. આ ભગવાનની લીલા છે મેં જયારે ૧૯૯૭માં દિવ્યાંગ બાળકોની શાળા શરૂ કરી ચાર બાળકોથી શરૂ કરી હતી. મારી પાસે સરકારનો એક પણ પૈસો હતો નહીં કોઈ મને ઓળખતું ન હતું.
ત્યારે ચાર બાળકો માટે શિક્ષકોને ૩૦૦ રૂપિયા પગાર આપતો હતો ચારમાંી અત્યાર સુધી ૧૫ હજારી વધુ દિવ્યાંગોએ આનો લાભ લઈ ચૂકયા છે. જયારે ૨૦૧૦માં મારે નરેન્દ્ર મોદીને મળવાનું થયું એ પહેલા નરેન્દ્ર મોદી ૨૦૦૦માં ધરતીકંપ યો ત્યારે તે મુખ્યમંત્રી બન્યા ત્યારે હું તેની શપવિધિમા ગયો હતો.
એમની શપ વિધિમાં સૌથી આગળ બેઠો હતો તેમને એવું થયું કે આ દિવ્યાંગ નેતા હશે. ઉદ્યોગપતિ હશે, કોઈ સામાજીક કાર્યકર્તા હશે તો તે નીચે ઉતરીને મારી પાસે આવ્યા અને મને તેમને પુછયું કે તમે શું કરો છો, મેં કહ્યું કે હું એક દિવ્યાંગ બાળકોની શાળા ચલાવું છું ત્યારે તેમને મને કહ્યું કે ‘હું તમારી શાળાની મુલાકાતે આવીશ. મેં તે જ સમયે તેને કહ્યું કે કોઈ મુખ્યમંત્રી, દિવ્યાંગ બાળકોની શાળામાં આવે એવું આજ દિવસ સુધી તમે જોયું છે ? ત્યારે તેમણે કહ્યું કે કોઈએ જોયું હોય કે ન જોયું હોય પણ હું સુરતમાં પગ મુકીશ એટલે તમારી શાળામાં આવીશ એમને આપેલું વચન પૂરું કર્યું.