‘અબતક’ ની મુલાકાતમાં ‘હેતે હરખે વધાવીએ હેમંતનેેેે’ કાર્યક્રમની વિગતો આપતા પૂર્વ કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા સહિતના આગેવાનો
સૌરાષ્ટ્ર જ નહી સમગ્ર ગુજરાત અને દેશભરમાં ગુજરાતી સાહિત્ય પ્રેમીઓના હ્રદયમાં બીરાજમાન ભજનીક હેમંતભાઇ ચૌહાણને પદ્મશ્રીથી સન્માનીત કરાયા છે. ત્યારે હેમંતભાઇ ગુજરાત અને ખાસ કરીને રાજકોટને પ્રથમ પદમ અપાવવાનું કિર્તીમાન સ્થાપનાર પદ્મશ્રી હેમતભાઇ ચૌહાણું મેધવાળ સમાજ દ્વારા સન્માનનું આયોજન કરવામાં આવેલ છે.
‘અબતક’ ની મુલાકાતે આવેલ પૂર્વ કોર્પોરેટર વશરામભાઇ રાગઠીયા, શામજીભાઇ ચાવડા, જગદીશભાઇ ભોજાણી, મહેશભાઇ અધેરા, નરેશભાઇ પરમાર, બીપીનભાઇ રાઠોડ, પ્રકાશભાઇ ચાવડા, ખોડાભાઇ રાઠોડ, રમેશભાઇ મુછડીયા સહીતના આગેવાનોએ હેમંતભાઇ ચૌહાણના સન્માન સમારંભ અંગે વિગતો આપી હતી કે, વિશ્ર્વ પ્રસિઘ્ધ ભજનીક હેમંતભાઇનો જન્મ જસદણના કુંદણીમાં થયો હતો. અને તેમણે ભજન સાધનાની દુનિયામાં ભકિતની આહલેક જગાવી હતી. હેમંતભાઇ ચૌહાણને સમસ્ત મેધવાળ સમાજ સન્માન સમિતિ દ્વારા સન્માનનના કાર્યક્રમનું આયોજન કર્યુ છે.
મેધવાળ સમાજ સમાજ દ્વારા દરેક જિલ્લામાંથી તાલુકામાંથી અને કચ્છ જીલ્લામાંથી પણ જુદા જુદા 107 સંસ્થાઓ મંડળો સમાજ શ્રેષ્ઠીઓ આગેવાનો અને સંતો મહંતો દ્વારા યથોચિત સન્માન એટલે કે હેતે હરખે વધાવશે. હેમંતભાઇ ચૌહાણને મેધવાળ સમાજના આગેવાનો દ્વારા તા. 2-6-2023 ને શુક્રવારને અરવિંદભાઇ મણિયાર હોલ જયુબેલી બાગ રાજકોટ ખાતે સાંજે 4 થી 6 સન્માનનો કાર્યક્રમ યોજાશે. તે માટે રાજકોટના આગેવાનો શામજીભાઇ ચાવડા, જગદીશભાઇ ભોજાણી, મહેશભાઇ અધેરા, નરેશભાઇ પરમાર, બીપીનભાઇ રાઠોડ, પ્રકાશભાઇ ચાવડા, ખોડાભાઇ રાઠોડ, રમેશભાઇ મુછડીયા, મુકેશભાઇ પરમાર, અમનભાઇ ગોહિલ, લલીતભાઇ પરમાર, વસુદેવભાઇ સોલંકી, રમેશભાઇ વઘેરા, દિપકભાઇ મકવાણા, નીરલોકભાઇ પરમાર, રમેશભાઇ બથવાર, રમેશભાઇ સિંઘવ, હીરાલાલ પરમાર, ભરતભાઇ બારૈયા, જૈમીન પરમાર, રાણાભાઇ સોલંકી, રમેશભાઇ ડૈયા, હીરાભાઇ ચાવડા જહેમત ઉઠાવી રહ્યા છે.