બેન્ડવાજા સાથે સામૈયુું સજુબા સ્કૂલેથી શરૂ કરી શેઠજીના દેરાસર ખાતે પૂર્ણ: સંઘના ભાઈઓ-બહેનો-બાળકો મોટી સંખ્યામાં જોડાયા
જૈન ધર્મના સાધુ-સાધ્વીઓના ચાતુર્માસ પ્રવેશ ચાલી રહૃાો છે ત્યારે જામનગર શહેર ચાંદી બજારમાં આવેલા શેઠજી દહેરાસર સંઘની પાઠશાળામાં શાસન સમ્રાટ વિજય નેમિસુરિશ્વરજી મહારાજ સાહેબ સમૂદાયના જિનશાસન શણગાર પરમ પૂજ્ય ગુરૂદેવ વિજય ચંદ્રોદયસુરિશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય સરસ્વતિ સાધક પરમ પૂજ્ય આચાર્ય વિજયકુલચંદ્રસુરિશ્વરજી મહારાજ સાહેબ આદિઠાણાની નિશ્રામાં અનુષ્ઠાનો થશે. સાધુ, ભગવંતોનું સજુબા સ્કુલ પાસે ભવ્ય સામૈયુું કરવામાં આવ્યું હતું. જે સજુબા સ્કૂલેથી શરૂ થઈ શેઠજીના દહેરાસર ખાતે પૂર્ણ થયું હતું. જેમાં બેન્ડવાઝા સાથે સંઘના ભાઈઓ-બહેનો-બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ ઉપરાતં વોર્ડ નંબર 9ના કોર્પોરેટર અને સમસ્ત જૈન સમાજના યુવા સંગઠન પ્રમુખ નિલેશભાઈ કગથરા, ભરતભાઈ વસા, ચંદ્રેશભાઈ દોશી, મહેશભાઈ મહેતા, મનિષભાઈ વોરા, ભાવેશભાઈ મહેતા, સંજયભાઈ મહેતા, પીયૂષભાઈ પારેખ વગેરે જોડાયા હતા. પાઠશાળામાં ચાર્તુમાસ દરમ્યાન આરાધના કરાવશે. આ ઉપરાં શહેરના વિવિધ વિસ્તારોના સંઘોમાં મહારાજ સાહેબનો ચાતુર્માસ પ્રવેશ ધામધૂમથી ઉજવાયો હતો.