વિધાનસભામાં ૧૫૦ બેઠકનાં ટારગેટ માટે સાંસદ મોહનભાઇને મેદાને ઉતારવા વિચારણા
આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ૧૫૦+નો ટારગેટ રાખી અભૂતપૂર્વ જીત મેળવવા અત્યારથી જ ગ્રાસ‚ટ લેવલથી રણનિતી ધડવામાં આવી રહી છે. આ રણનીતીમાં ભાજપનો ગઢ ગણાતી પડધરી ટંકારા બેઠક પરથી સાંસદ મોહનભાઇ કુંડારીયાને લડાવાય તેવા સાફ સાફ સંકેતો મળી રહ્યા છે. ભાજપનાં કાયમી ગઢ જેવી આ બેઠક પર ચૂંટણી લડવા અનેક મુરતિયા મેદાને પડ્યા છે. ત્યારે ભાજપ દ્વારા એક કાંકરે અનેક પક્ષી મારવા આ બેઠક પર રેકર્ડબ્રેક જીત મેળવનાર મોહનભાઇને મેદાને ઉઠાવી કેબિનેટ મંત્રી બનાવી વફાદારીનું ઇનામ આપવા તખ્તો ધડાયો હોવાનું ટોચનાં ચર્તુળો જણાવી રહ્યા છે.
વિધાનસભા ચુંટણી નજીક આવતાની સાથેજ ભારતીય જનતા પક્ષમાં ટીકીટ વાંચ્છુઓની લાઇન લાગી છે તો બીજી તરફ ત્રણ-ત્રણ ટર્મથી ચુંટાઇ આવતા કે નિક્રિય રહેનારા ધારાસભ્યે ઉપરાંત સ્થાનિક કક્ષાએથી જેમનો વિરોધ થઇ રહ્યો છે. તેવા ડઝનબંધ ધારાસભ્યોના પતા કપાવાનાં હોવાથી સૌ પોત-પોતાનું માળખુ ગોઠવામાં વ્યસ્ત બન્યા છે. આ સંજોગોમાં ભારતીય જનતા પક્ષ દ્વારા વિધાનસભામાં ૧૫૦થી વધુ બેઠકો સાથે વિજયવાવટો ફરકાવા જરા પણ જોખમ લેવા તૈયારથી ઉલટુ એક-એક સીટ માટે મજબુત ઉમેદવારનેજ લડાવવા મક્કમ નિર્ધાર કર્યો છે. જેમા ફળસ્વ‚પ સાંસદ મોહનભાઇ કુંડારીયાને પડધરી ટંકારા બેઠક પર લડાવા પાર્ટીને રણનીતી ઘડી હોવાનું અત્યંત સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.
બેઠક પરથી સાંસદસભ્ય મોહનભાઇ કુંડારીયાને લડાવવા પાછળ ભાજપની થીંક ટેન્કની બટુ ઉંડી રણીનીતી છે. ભાજપ માટે અજેય ગઢ ગણાતી આ બેઠક પરથી ચુંટણી લડવા માટે રાજકોટ, મોરબીનાં દાવેદારો કરી રહ્યા છે. તો બીજી તરફ સીટીંગ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયાને નબળા ગણાવી આ આસાન સીટ પર ચુંટણી જીતી જવાતાં ધ્યેય સાથે રાજકોટ અને મોરબી જીલ્લા બહારના દાવેદારો પણ નજર માંડીને બેઠા છે. એવામાં પાર્ટીમાં અંદરાે-અંદર પલટ ના થાય તે માટે ભાજપ સીફ્ત પૂર્વક આ બેઠક પરથી સાંસદ મોહનભાઇ કુંડારીયને લડાવી એક જ કાંકરે અનેક પક્ષી મારવાનનો દાવ ખેલશે.
જો કે સાંસદ બન્યા પછી મોટાભાગે કોઇ ઉમેદવાર ધારાસભાની ચૂંટણી લડતા નથી પરંતુ મોહનભાઇ કુંડારીય જેવા પાર્ટીના વફાદાર સૈનિક માટે ધારાસભા લડ્યા બાદ કેબિનેટમાં સા‚ સ્થાન આપી ભાજપ પક્ષ પ્રત્યોની વફાદારીનું ઇનામ આપવાની સાથે-સાથે પડધરી ટંકારા બેઠક પર આપ્યા બાદ પાર્ટીના અંદરો-અંદરના વિખવાદ પણ સમી જાય તેમ હોવાથી આ ચાલ ચાલે તેમ છે.
ઉલ્લેખનીય છે કે પડધરી ટંકારા બેઠક પરથી સતત ધારાસભાની ચૂંટણી જીતનાર મોહનભાઇ કુંડારીયા સાંસદ બન્યા પછી છેલ્લા થોડા સમયથી નાના-મોટા તમામ ફંક્શનોમાં હાજરી આપવાની સાથે-સાથે હાલ આ વિસ્તારમાં સક્રિય બનીને કામ કરી રહ્યા છે. જો આ તેઓને આગામી વિધાનસભામાં બેઠક પરથી લડાવવાની વાત સ્પષ્ટ બને છે.
જો અને તો ની ચર્ચા વચ્ચે હાલ તૂર્તતો મોહનભાઇ કુંડારીયાનું નામ બેઠક માટેનું જતુ થતાં ભાજપનાં દાવેદારોની કુંકટીગાંડી થઇ છે. અને પોત- પોતાની ટીકીટ સેઇફ કરવા એડચોટીની તાકાત દાવેદારોએ કામે લગાડી છે.
ભારતીય જનતા પક્ષ દ્વારા જો પડધરી ટંકારા બેઠક પર મોહનભાઇને લડાવવામાં આવે તો તેની અસર કહો કે આડ અસર મોરબી માળીયા બેઠક, હળવદ બેઠક અને વાંકાનેર બેઠક પર પડે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. અને મોહનભાઇનું નામ વહેતુ થતા પડધરી પંથકમાં પણ કઇ કેટલાયની ઉંઘ હરામ થયાનું પણ જાણવા મળ્યુ છે.
પાર્ટીના આદેશ શિરોમાન્ય : મોહનભાઇ
આગામી વિધાનસભા ચૂંટણીમાં બેઠક પરથી સાંસદ મોહનભાઇ કુંડારીયાને ચૂંટણી લડાવવા ભાજપે વ્યુહરચના કરી હોવાની વાત કેટલા અંશે સાચી તે જાણવા સાંસદ મોહનભાઇ કુંડારીયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે પાર્ટી જે આદેશ કરે તે શિરોમાન્ય છે. પાર્ટીનાં આદેશ કરશે તો તે મુજબ જ હંમેશા કામ તેથી જો પક્ષ આદેશ કરશે તો તે મુજબ કરવુ પડે તેવુ તેમણે જણાવ્યુ હતું.