આજથી ૩ દિવસ માટે પુસ્તક મેળો: રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના પબ્લીશરોનો જમાવડો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે મુખ્ય ભવનની સામે રંગમંચ ખાતે આજથી ત્રણ દિવસીય બુકસ પ્રદર્શનનો પ્રારંભ થયો છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના જુદા જુદા પબ્લીશરોએ ભાગ લીધો છે. આજે સવારે ૧૧ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણના વરદ હસ્તે આ બુક પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેની સાથે યુનિવર્સિટીના લાઈબ્રેરી વિભાગના હેડ નિલેષ સોની, રજીસ્ટાર ડો.ધીરેન પંડયા, સિન્ડીકેટ સભ્ય ડો.નેહલ શુકલા, નિદત બારોટ, નિકેશ શાહ સહિતના અન્ય સ્ટાફગણો ઉપસ્થિત રહ્યા હતા.
ત્રિ-દિવસીય ચાલનારા બુકસ પ્રદર્શનમાં કેમબ્રીજ યુનિવર્સિટી પ્રેસ, પાર્શ્ર્વ પબ્લીકેશન, વીલે, ઓકસફોર્ડ, સાગે જેવી અનેક પ્બલીશર કંપનીના જુદા જુદા ૧૫ સ્ટોલો રાખવામાં આવ્યા છે. આ એકઝીબીશનને સફળ બનાવવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની લાઈબ્રેરી ભવન જહેમત ઉઠાવી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાઈબ્રેરી વિભાગના નિલેષ સોની દ્વારા આયોજીત બુક પ્રદર્શનનો પ્રારંભ આજરોજ થયો. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના જે પબ્લીશર છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોલાવ્યા છે. આ બુક પ્રદર્શનમાં ૧૫ વિવિધ પબ્લીશીંગ કંપનીના છે. ઘણી જગ્યાએ બુક ફેર લાગતા હોય છે. લાઈબ્રેરીના ડીનના વિચાર મુજબ પ્બલીશીંગ કંપનીને બોલાવવામાં આવી. અગાઉ બુકસની ખરીદી જે તે ભવનના હેડ મારફત કરવામાં આવી હતી. આ વખતે તેમાં નવો ઉમેરો કરીને પ્બલીશ એજન્સીને બોલાવી છે. મેનેજમેન્ટ, ફિલીપ કોટા સાથો સાથ ભારતના પ્રશાંતા ચંદ્ર, રવિ કિશોરથી લઈ સાયન્સ અને યુનિટીના ખ્યાતનામની રેફરનર્સ બુક અને ટેકસ બુક છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જ શકય છે કે આવો બુક એકઝીબીશન કરવાનો છે. વિદ્યાર્થીમાં આને લઈ જાગૃતિ આવશે અને વિદ્યાર્થી બુક વાંચતો થશે.