જામનગર સમાચાર
દર વર્ષે હજ્જારો વિદેશી પક્ષીઓ જામનગરના મહેમાન બનતા હોય છે. પરંતુ આ વર્ષે શિયાળાની શરૂઆતમાં જ ખાસ અરબનું પક્ષી દેખાયું છે. આ પક્ષી ઇજીપ્ત વલ્ચર તરીકે ઓળખાય છે. શિયાળાની શરૂઆત થતા જ જામનગરમાં ખીજડીયા પક્ષી અભ્યારણ ખાતે વિદેશી મહેમાનોનું આગમન શરૂ થઇ ગયું છે. આ વખતે પહેલી વખત નવું પક્ષી દેખાતા વન વિભાગના કર્મચારીઓ અને પક્ષી પ્રેમીઓ ખુશ ખુશાલ થઇ ગયા છે.
જામનગર ખીજડીયા પક્ષી અભ્યારણ્ય નજીક પહેલીવાર ઇજીપ્ત વલ્ચર પક્ષી દેખાયું છે. આ પક્ષીને ગુજરાતીમાં સફેદ સફાઇ કામદાર ગીધ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ પક્ષી એશિયા, આફ્રિકા અને યુરોપ ખંડમાં જ જોવા મળે છે. ચોમાસામાં અભ્યારણ્ય બંધ રહ્યાં બાદ 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખીજડીયા અભ્યારણ્ય ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકતાની સાથે જ અત્યાર સુધીમાં 4500 પ્રવાસીઓએ અભ્યારણ્યની મુલાકાત લીધી છે. પક્ષીપ્રેમીઓ ખીજડીયા પક્ષી અભ્યારણ્યના વિદેશી પક્ષીઓને જોઇને અભિભુત થઇ ગયા હતા. પેલિકન, ગાજહંસ, રાજહંસ તમામ પ્રકારના ડગ, પોચાડ, કેન સહિતના વિદેશી પક્ષીઓ ખીજડીયા પક્ષી અભ્યારણ્યના મહેમાન બન્યાં છે.
હજુ પણ બે મહિના આ પક્ષીઓ જામનગરની મહેમાનગતિનો આનંદ માણશે.