ખેતીમાં આવક ડબલ કરવા સરકાર નવી એગ્રિકલ્ચર પોલિસી લાવી રહી છે: સુવિધાના અભાવે દર વર્ષે હજારો ટન અનાજ વેડફાય જાય છે
જુલાઈના પહેલા ભાગમાં પૂરતા ચોમાસાના વરસાદે ભારતમાં સોયાબીન, કપાસ અને કઠોળ જેવા મુખ્ય ઉનાળુ-વાવેલા પાકોના વાવેતરને વેગ મળ્યો છે. 15 જુલાઈ સુધીમાં ખેડૂતોએ 59.2 મિલિયન હેક્ટરમાં ઉનાળુ-વાવેલા પાકનું વાવેતર કર્યું હતું, જે એક વર્ષ અગાઉના 59.1 મિલિયન હેક્ટર કરતાં થોડું વધારે હતું
ઓલ ઈન્ડિયા રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ બી વી ક્રિષ્ના રાવે જણાવ્યું હતું કે વરસાદમાં વધારો થયો હોવાથી ચોખાના વાવેતરની ખાધ જુલાઈના અંત સુધીમાં ઘટીને 5% થઈ શકે છે. અત્યાર સુધીમાં કપાસનું વાવેતર 6.4% વધીને 10.28 મિલિયન હેક્ટર થયું છે, જ્યારે સોયાબીનનું વાવેતર 10% વધીને 9.9 મિલિયન હેક્ટર થયું છે, જયારે મકાઈનું વાવેતર 5 મિલિયન હેક્ટરમાં થયું હતું, જે વાર્ષિક ધોરણે 12% ઓછું છે.
પંજાબ એક નાનું રાજ્ય છે જે ભારતની ખાદ્ય સુરક્ષામાં મોટા પ્રમાણમાં ફાળો આપે છે. ભારતના માત્ર 2% જમીન વિસ્તાર સાથે, તે ડાંગરનો લગભગ ચોથો ભાગ અને ઘઉંના ત્રીજા ભાગનો રાષ્ટ્રીય પૂલમાં ફાળો આપે છે, જે ઘણા મોટા રાજ્યોને પાછળ છોડી દે છે. તેમ છતાં, પંજાબના અનાજના ઉત્પાદનની એકદમ મોટી ટકાવારી તમારા ટેબલ પર પહોંચે તે પહેલાં જ ખોવાઈ જાય છે. જો કે હવે અનાજના સંગ્રહ અને ખેતી ક્ષેત્રે ક્રાંતિ લાવવા સરકાર નવી પોલિસી પણ લાવી રહી છે.
સૌરાષ્ટ્રમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી
પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડે તેવી શક્યતા: કાલથી એક સપ્તાહ સુધી વરાપ નીકળશેસાર્વત્રિક વરસાદ આપી રહેલી ત્રણ-ત્રણ સિસ્ટમોનું જોર હવે ઘટી રહ્યું છે. જેના કારણે હવે એકદંરે મેઘ વિરામ જેવો માહોલ રહેશે. આજે સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. આવતીકાલ બપોરથી ઉઘાડ નીકળશે અને એક સપ્તાહ સુધી મેઘરાજા વિરામ લેશે. સીબી ફોર્મેશનની અસરને કારણે છૂટા-છવાયા વિસ્તારોમાં સતત વરસાદ વરસતો રહેશે. જો કે સાર્વત્રિક વરસાદ પડશે નહીં.
હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રના દરિયા કિનારે ઉત્તર-પૂર્વીય દિશા તરફ વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે. જે આવતીકાલે ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ વધુ મજબૂત બનશે. જો કે આ સિસ્ટમથી સૌરાષ્ટ્રવાસીઓએ ડરવાની કોઇ જ આવશ્યકતા નથી. કારણ કે સિસ્ટમ પશ્ર્ચિમ દિશા એટલે ઓમાન તરફ આગળ વધી રહી છે. મોનસૂન ટ્રફ પણ નોર્મલ પોઝીશનથી દક્ષિણ દિશા તરફ હતો તે હવે ઉત્તર દિશા તરફ પ્રયાસ કરી રહ્યો છે. જેના કારણે હવે ઉત્તર ભારતના રાજ્યોમાં મોનસૂન એક્ટિવ થશે. આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં અમુક સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આવતીકાલ બપોર પછી સૌરાષ્ટ્રમાં વરાળ નીકળશે. જ્યારે સોમવારથી દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાનું જોર ઘટી જશે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે સીબી ફોર્મેશનની અસર તળે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
જો કે, ગઇકાલથી જ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર ઘટી ગયું છે. સુરેન્દ્રનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાને બાદ કરતા અન્ય જિલ્લાઓમાં ગઇકાલે મેઘવિરામ જેવો માહોવ રહેવા પામ્યો હતો. સૌરાષ્ટ્રના 80 તાલુકાઓ પૈકી 60 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇને 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આજે સવારથી સૌરાષ્ટ્રભરમાં વાદળર્છાંયા વાતાવરણ વચ્ચે એકદંરે મેઘ વિરામ જેવો માહોલ છે.
આ અઠવાડિયાના વરસાદે તોડ્યા ઘણા વર્ષના રેકોર્ડ
તેલંગાણા અને મહારાષ્ટ્રમાં 10 જુલાઈથી વ્યાપક વરસાદ શરૂ થયો હતો ’આ અઠવાડિયા દરમિયાન તે બીજો મહત્તમ વરસાદ નોંધાયો હતો, જે આ સમયગાળાથી 13-14 જુલાઈ સુધી તેલંગાણાથી વિદર્ભ સુધી વિસ્તર્યો હતો. તે એ પણ દર્શાવતું હતું કે, ચોમાસું કેટલું પરિવર્તનશીલ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન ઉત્તરપૂર્વ, ઉત્તરપ્રદેશ અને બિહારના ભાગોમાં વરસાદની ખૂબ જ અછત હતી’, તેમ જેનામણીએ કહ્યું હતું. ઉત્તરપૂર્વમાં અઠવાડિયા દરમિયાન વરસાદની 66 ટકા અછત નોંધાઈ હતીસ મધ્ય અને દ્વીપકલ્પીય ભારતમાં 137% અને 155% વધુ વરસાદ પડ્યો હતો, એમ તેમણે ઉમેર્યું હતું. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ક્લાઈમેટ ચેન્જ સ્ટડીના ડિરેક્ટર ડીએસ પાઈના જણાવ્યા પ્રમાણે, જૂનમાં બંગાળની ખાડી પણમાં સક્રિય સિસ્ટમ સર્જાઈ હતી અને ઉત્તરપૂર્વ વધુ વરસાદ નોંધાયો હતો.