- પડધરી: થોરિયાળી ગામે પિતાના ઠપકાની બીકથી તરૂણનો આપઘાત
પડધરીના થોરિયાળી ગામે 15 વર્ષીય કિશોરે શાળાએ નહિ જતો હોય તે બાબતે પિતાનો ઠપકો મળશેના બીકમાં તરુણે ઝેરી દવા પી આપધાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ છે.
મૂળ એમપીના અને હાલ થોરિયાળી ગામે રહેતા અનિલ મગનભાઈ ગાડરિયા નામના 15 વર્ષીય કિશોરે આપઘાતનો પ્રયાસ કરતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનું ચાલુ સારવારમાં મોત નિપજ્યું છે.બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી છે જેમાં મૃતક અનિલ બે દિવસથી શાળાએ જતો નહિ હોય અને મિત્રએ મજાકમાં તારા પપ્પાને કહી દેવું તું શાળાએ નથી જતો આથી કિશોરે પિતાના ઠપકાની બીકમાં ઝેરી દવા ગટગટાવી લીધાનું જાણવા મળ્યું છે મૃતક અનિલ ત્રણ ભાઈ અને એક બહેનમાં ત્રીજા નંબરનો હતો