ગુજરાતવાસીઓને સરકારે ક્યારેય પાણીની અછત પાડવા દીધી નથી. પાણીની વધુ જરૂર અત્યારે ખેડૂતોને પડતી હોય છે. સિઝન અનુરૂપ જે પાક ઉગાડવામાં આવ્યો છે તેને પૂરતું પાણી આપવું આવશ્યક છે નહિતર તેમન આખા વર્ષની મહેનત પર પાણી ફેરવાઈ શકે છે. આ સમયે જ્યારે ખેડૂતોને પાણીની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે રાજકોટના પડધરી તાલુકામાં ખેડૂતોને પાણીની અછત સર્જાઈ છે.

પડધરી તાલુકાના આજીડેમની નીચે આવેલી કેનાલમાં પાણી ન આવવાના કારણે ખેડૂતોમાં મુશ્કેલીમાં મુકાયા છે. જે સમયે ખેડૂતોને પૂરતું પાણી આપવું જોઈએ ત્યારે ખેડૂતો પાણીની અછત ભોગ બન્યા છે. તેમની આ સ્થિતિ અધિકારીઓની નબળાઈ અને તેમના અવ્યવસ્થિત મેનેજમેન્ટના કારણે છે.

પડધરીમાં પાણીના મુદે આજે ભારતીય કિસાન સંઘની ટીમ સવારે 9:00 કલાકે બહુમાળી ભવનને જઈને આ પ્રશ્ન મુદે રજૂઆત કરવાના છે. ખેડૂતોના આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ મળવો જ જોઈએ. કારણ કે આ સમયે પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઇ શકે છે અને પાકને પણ નુકસાની થઈ શકે છે. ખેડૂતોને આર્થિક નુકસાની પણ ભોગવવી પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.