પીએસઆઇ જી.જે.ઝાલાની ટીમનો સપાટો : કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કરી મૂળ સુધી પહોંચવા તપાસ

રાજકોટ અને તેના ગ્રામ્ય વિસ્તારોમાં નશાકારક આયુર્વેદિક શિરપનો બેફામ ફેરફેરી થઈ રહી હોવાથી તેને જળમુળથી નિસ્તોનાબુદ કરવા માટે પોલીસ દ્વારા ઠેર ઠેર ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.ત્યારે ગઈકાલે પડધરી પોલીસના પીએસઆઇ જી.જે.ઝાલા ની ટીમ દ્વારા ન્યારા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન નશાકારક આયુર્વેદિક શિરપની 8 હજાર બોટલો પકડી પાડી કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કરી તેના મૂળ સુધી પહોંચવા તપાસ હાથધરી છે.

વિગતો મુજબ પડધરી પોલીસના પીએસઆઇ જી.જે.ઝાલાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ન્યારા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકીંગ દરમિયાન જીજે.38.ટી.8852 નંબરની અશોલેલન ગાડીમાં રહેલો સામાન શંકાસ્પદ જણાતાં તપાસ કરતા તેમાંથી 8000 નશાકારક આયુર્વેદિક શિરપની બોટલો મળી આવી હતી.જેથી પોલીસે 8000 બોટલો અને ગાડી મળી કુલ રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કરી શીરપની બોટલો એફએસએલમાં મોકલવાની કામગીરી હાથ ધરી હતી.અને આ નશાકારક શીરપ ક્યાંથી આવી હતી અને કોને ત્યાં ડિલિવરી કરવાની હતી તેમાં મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથધરી છે.જ્યારે આ કામગીરી પડધરી પોલીસ પી.એસ.આઇ જી.જે.અલા તથા પો.હેડકોન્સ રણજીતભાઈ ડેરૈયા,પો.કોન્સ. વશરામભાઈ કળોતરા,પો.કોન્સ જસમતભાઇ માનકોલીયા, કોન્સ દશરથસિંહ જાડેજા,પો.કોન્સ યુવરાજસિંહ ગોહિલ,પો કોન્સ જીતેદ્રસિંહ જાડેજા દ્રારા કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે,રાજકોટ ગ્રામ્ય અને શહેરમાં આ અગાઉ પણ આયુર્વેદિક સિરપના નામે વેચાતી સિરપની બોટલોનો જંગી જથ્થો અનેકવાર પકડાયો છે. જેમાં રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમે હુડકો ચોકડી નજીકથી રૂ.73 લાખની કિમંતની 73 હજાર નશાકારક સિરપની બોટલ ભરેલા પ ટ્રક ઝડપ્યા જતા.અને શાપર વેરાવળમાં મસ્કત પોલીમર્સ રોડ મૂકતિધામની આગળ આવેલ શેડ નં .3માં નોન આલ્કોહોલીક પ્રવાહીના નામે નશાકારક સિરપ બનાવવાનું કૌભાંડ ચાલતું હોવાની માહિતીને આધારે દરોડો પાડી રૂા.એક લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.ત્યારે ફરી એક વાર નશાકારક આયુર્વેદિક શિરપ મળતા દોડધામ મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.