- પોરબંદરમાં ખાપટ ગામે વૃદ્ધને બે શખ્સોએ લાકડી વડે ફટકાર્યા: થાનગઢમાં સસરાએ જમાઇને છરી ઝીંકી: જામનગરમાં યુવકને બે શખસોએ માર માર્યો
કાયદાનો ભય જ ન રહ્યો હોય તેમ મારામરીના બનાવની બની રહ્યા છે ત્યારે સિવિલ ચોકીના ચોપડે ચાર મારામારીના બનાવ નોંધાયા છે ત્યારે પડધરીમાં તરઘડી ગામે જ્ઞાતિ પ્રત્યુત કરી મહિલાને પથ્થર વડે માર્યાની, જામનગરના મહાવીર નગરમાં યુવકને ,પોરબંદરના ખાપટ ગામે વૃદ્ધને બે શખ્સોએ અને થાનગઢમાં જમાઈને સસરાએ મારમારી કર્યાના બનાવ સિવિલ ચોકીના સ્ટાફે તપાસ હાથધરી છે.
બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, પડધરી તાલુકાના તરખડી ગામે રહેતા રામુબેન જીવરાજભાઈ રાઠોડને લીલાબેન ને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી પથ્થર વડે માર મારી ટાટિયા ભાંગી નાખીશની ધમકી આપતા રામુબેન ને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
જામનગરના મહાવીર નગરમાં રહેતા રવિભાઈ જયંતીભાઈ ચુડાસમા ગત તા 27 ના રાત્રે 9:00 વાગે મહાવીર નગરમાં ફ્રેન્ડ પાર્ટી પ્લોટ નજીક હતા ત્યારે ચિરાગ અને અન્ય શખ્શોએ માર મારતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પોરબંદર ના ખાપટ ગામે રહેતા વૃદ્ધ મનજીભાઈ વાલાભાઈ સોલંકી નજીકમાં રહેતા નરસિંહભાઈ અને કિશોરભાઈ એ કોઈ કારણસર ઝઘડો કરી મારમારતા ઉદ્યોગનગર પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી છે.
થાનગઢમાં ફુલવાડી વાસુકી પ્લોટમાં રહેતા વિશાલભાઈ લાલજીભાઈ કમેજલિયા ગત તા 2 વાગે હતા ત્યારે બપોરના એક વાગ્યાના સુમારે તેના સસરા ભરતભાઈ અન્ય સાથે ઝઘડો થતાં યુવકને છરી ઝીંકી દેતા ઇજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.