બોગસ સાટાખત તૈયાર કરી જામનગરના મસતીયા ગામના શખ્સે  કરાર પાલનનો દાવો દાખલ કર્યો

રૂ.2.52 લાખ રોકડા ચુકવ્યાનું  અને બાકીના  13.49 લાખ દસ્તાવેજ સમયે ચુકવવાનું સાદા કાગળમાં  સાટાખત તૈયાર કર્યું ‘તુ

પડધરી તાલુકાના ન્યારા ગામના વૃધ્ધાનો  જામનગરના શખ્સે  ફોટો મેળવી સાદા કાગળમાં  રૂ.2.52 લાખ  રોકડા ચુકવ્યાની  અને રૂ. 13.49 લાખ દસ્તાવેજ સમયે ચુકવવાનું   લખાણ તૈયાર કરી જામનગરના  મસીતીયા ગામના શખ્સો રૂ.5 કરોડની કિંમતની ન્યારા સર્વે નં. 434ની  80.96 ચોરસ મીટર જમીન હડપ કરતા કરાર પાલનનો કોટામાં દાવો દાખલ કરતા વૃધ્ધાએ મસીતીયા ગામના શખ્સ સામે   બોગસ  દસ્તાવેજનો ખરા તરીકે ઉપયોગ કરી જમીન હડપ કરવાનો કારસો રચ્યાની પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના  ન્યારા ગામે રહેતી  દિવાળીબેન  ડાયાભાઈ  પીપળીયા નામના  67 વર્ષના  પટેલ વૃધ્ધાએ  જામનગરના  મસીતીયા ગામના આસલાવરા મુસા રણમલ નામના શખ્સ સામે  બોગસ સાટાખતના આધારે રૂ.5 કરોડની જમીન હડપ કરવા  કોર્ટમાં દાવો  દાખલ કરી કિંમતી જમીન વિવાદીત  બનાવવા અંગેની પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવાળીબેન પીપળીયાએ તેમના જ ગામના મંજુલાબેન  રમેશભાઈ  પીપળીયા અને  છગનભાઈ  ખોડાભાઈ  પીપળીયા પાસેથી ન્યારા  સર્વે નં. 441 ની  80.96 ચોરસ મીટર જમીન ગત તા. 18.2.22ના રોજ  ખરીદ કરી હતી જેની અત્યારે બજાર કિમંત રૂ.5 કરોડ ગણવામાં આવે છે. આ જમીન દિવાળીબેન પીપળીયાએ કોઈને વેચાણ કરી નથી આમ છતા જામનગરના મસીતીયા ગામના મુસા રણમલ  આસલાવરાએ પોતાને સાટાખત લખી જમીનનું વેચાણ કર્યા અંગે કરાર પાલનનો દાવો કર્યાની  કોર્ટની નોટીસ મળી હતી.

મુસા આસલાવરાએ દિવાળીબેન  પીપળીયાનો કોઈ જગ્યાએથી ફોટો મેળવી સાદા કાગળમાં  ન્યારાની  પિયતવાળી જમીનનો રૂ.16 લાકમાં  સોદો કરી રૂ. 2.51 લાખ રોકડા ચુકવી બાકીના રૂ. 13.49 લાખ દસ્તાવેજ  સમયે  ચુકવવાનું  તેમજ સાટાખત  તૈયાર કરી તેમા દિવાળીબેનની બોગસ સહી  કર્યાનું   ફરિયાદમાં જણાવ્યું છે. બોગસ સાટાખતના આધારે  કોર્ટમાં કરાર પાલનનો દાવો દાખલ કર્યા જણાવ્યું છે.

મુસા રણમલ આસલાવરાએ બોગસ  સાટાખતની પ્રથમ નકલ  રજૂ કરી તેમાં સાટાખત  કયારે  કરી આપ્યું તે અંગેની તારીખ લખી નથી.  તેમજ વકીલ દ્વારા   આઈડેન્ટીફાઈ પણ કરવામાં આવ્યું નથી. ત્યારબાદ  સાટાખત રજૂ  કરવામાં આવ્યું તેમાં તા. 24.7.21 તારીખ લખવામાં આવી હોવાથી મુસા આસલાવરાએ બોગસ સાટાખતને ખરા તરીકે ઉપયોગ કરી જમીન કૌભાંડ આચર્યાનું  ફરિયાદમાં જણાવ્યું છે. પડધરી  પી.એસ.આઈ.  એમ.એચ. યાદવે મુસા  આસલાવરા સામે ગુનો નોંધી  તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.