રીજી મ્યુ. કમિશ્ર્નર વરૂણ બરનાવલ, મ્યુ.કમિ. અમિત અરોરા, જીલ્લા શિ.અધિકારી તથા સમાજ શ્રેષ્ઠીઓએ રક્તદાન કરી લોકોને પણ રક્તદાન કરવા કરી અપીલ
પૂર્વ મંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ મોહનભાઇ કુંડારિયા, પૂર્વ જિ.પં.પ્રમુખ ડો.ડાયાભાઇ પટેલ, માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઇ ડોબરીયા, સૌ.યુનિ. કુલપતિ ડો.નિતિન પેથાણી સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ
એમ. જે. માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પટાંગણમાં અટલ ટિંકરીંગ લેબનું ઉદ્ઘાટન તથા મહારક્તદાન કેમ્પ યોજાયો.એમ. જે. માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પટાંગણમાં હર હંમેશ અવનવી પ્રવૃતિઓ થતી રહે છે ત્યારે ક્ધયા વિદ્યાલય ખામટા દ્વારા અટલ ટિંકરીંગ લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મહિલા કોલેજ ખામટાની NSSની વિદ્યાર્થિની ઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા બાળકોમાં છુપાયેલ કૌશલ્યને બહાર લાવવા અટલ ટિંકરીંગ લેબ ક્ધયા વિદ્યાલય ખામટાને મળતા એમ જે માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સરકારનો આભાર માન્યો હતો. મહિલા કોલેજ ખાતા દ્વારા યોજાયેલ મહારક્તદાન કેમ્પમાં વરૂણ બરાનવલ રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, અમીત અરોરા મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, ભરતભાઈ કૈલા જિલ્લા શિક્ષણાધિકારી તેમજ શિક્ષણ જગતના અને સમાજના શ્રેષ્ઠીઓએ આ મહારક્તદાન કેમ્પમાં પોતાનું અમૂલ્ય રક્તનું દાન કર્યું હતું અને રક્તની અહેમિયત સમજાવી સમયસર રક્તદાન કરવા માટે અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં જયેશભાઇ રાદડીયા ચેરમેન RDC બેંક તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા, ડો. ડાયાભાઇ પટેલ, વિજયભાઈ ડોબરીયા પ્રમુખ માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ, ડો. પ્રિયવદન કોરાટ બોર્ડ મેમ્બર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર, ડો. નીતિન કુમાર પેથાણી કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ડો. એન. કે. ડોબરીયા NSS કો-ઓર્ડીનેટર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ધર્મેન્દ્રભાઈ સરડવા DPEO, ભાવનાબેન વિરોજા મામલતદાર પડધરી, નિમીષ ગણાત્રા તાલુકા વિકાસ અધિકારી પડધરી, આર.જે. ગોહિલ PSI પડધરી, તેમજ હર્ષદભાઈ માલાણી, ગોરધનભાઈ શિંગાળા, ડો. પી. જે. પીપરીયા, ડો. વિજયભાઇ સોજીત્રા, હસમુખભાઈ લુણાગરિયા, પરસોતમભાઈ સાવલિયા, હંસરાજભાઈ લિંબાસિયા, વસંતભાઈ ગઢીયા, અશ્વિનભાઈ ગઢીયા, ગોરધનભાઈ લક્કડ, મોહનભાઈ ડાંગરિયા, રામજીભાઈ ગઢીયા, પોપટભાઈ શિંગાળા, અશોકભાઈ પટેલ, લાલજીભાઈ કગથરા, પરસોતમભાઈ કમાણી, ખીમજીભાઈ ગઢીયા, જેન્તીભાઈ ડોબરીયા, જ્યોત્સનાબેન ગઢીયા જયેશભાઈ સોરઠીયા, સાગરભાઇ સોજીત્રા તેમજ શિક્ષણના અને સમાજના શ્રેષ્ઠીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ સંકુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ દ્વારા ગરવી ગુજરાતની પરંપરા પ્રમાણે સાંસ્કૃતિક રીતે અવનવી કૃતિઓ રજૂ કરી મહેમાનોનું સ્વાગત કર્યુ હતું.
તાજેતરમાં થયેલ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં એમ જે માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી પરસોતમભાઈ સાવલિયા અને હંસરાજભાઈ લીંબાસિયા તેમજ વસંતભાઈ ગઢીયા યાર્ડના ડીરેકટર બનવા બદલ તેમનું વિશિષ્ટ સન્માન કરાયું હતું.
આ તમામ કાર્યક્રમનું આયોજન ઉમેશભાઈ માલાણી પ્રમુખ એમ. જે. માલણી એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખામટા, શિવલાલભાઈ ગઢીયા મેનેજીંગ ટ્રસ્ટી, સરોજબેન પટેલ આચાર્ય ક્ધયા વિદ્યાલય, ચેતનાબેન ઠુંમર આચાર્ય મહિલા કોલેજ ખામટા, ભગવાનજીભાઈ ગઢીયા આચાર્ય એમ. જે. એમ. પ્રાથમિક શાળા ખામટા તેમજ એમ. જે. માલાણી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ખામટાના તમામ ટ્રસ્ટીઓ તથા સ્ટાફ ગણ દ્વારા આ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.