પડધરીના ખોડાપીપર રહેવાસી ડાયાભાઈ હાપલીયા પડધરી થી ખોડા પેપર જતા ત્યારે ઉકરડા ખોડીયારમાના મંદિર પાસે પહોંચતા જ તેઓને સ્વીફ્ટ ગાડી સવાર એક ડ્રાઇવર અને પાછળ સીટમાં બેઠેલ સાધુના વેશમાં એક ગઠિયો ડાયાભાઈ પટેલ ને ઊભા રાખી અને સામેથી કહ્યું કેમ છો પટેલ કહી તમે તો બહુ શ્રદ્ધાળુ છો ભગવાનના કામ ઘણા કર્યા છે અરણેશ્વર મહાદેવ એ દર્શન કરવા જાવ છો તમારા સુરાપુરા દાદા ને બહુ માનો છો તમારા ગામમાં મંદિર મહાદેવનું બન્યું તેમાં પણ તમે બહુ ભોગ આપ્યો છે તેવું કહી વશીકરણ નો શિકાર બનાવી ડાયાભાઈ પોતે તેનાજ હાથેથી પૈસા ગણી આપેલ હતા ખિસ્સામાંથી રૂપિયા 40,000હજાર અને પાકિટ 13,400 એમ કરી 53,400 સરકાવી લીધા હતા
કારમાં આવેલા શખ્સે શ્રધ્ધાળુ છો, દાન-પુન કરો છો તેમ કહી વશીકરણ કરી રૂા.53400 સેરવી લીધા
ડાયાભાઈ પટેલ જ્યારે વશીકરણ થી બહાર આવ્યા સફેદ સિફ્ટ ગાડી મા સવાર ડ્રાઇવર અને સાધુના વેશમાં ગઠિયો સફેદ ગાડી લઈને ફરાર થઈ ગયા હતા ડાયાભાઈ પટેલ તેના ખિસ્સા તપાસીયા તો કાંઈ પણ પૈસા ખિસ્સામાં હતા નહીં ડાયાભાઈ એ તરત જ પડધરી પોલીસ સ્ટેશનમાં જઈ ફરિયાદની અરજી કરી હતી. પોલીસે તપાસ ચાલુ કરી છે.