શખ્સ દ્વારા શેરીમાંથી નીકળતા યુવાનનો વિડિયો ઉતારી પોલીસમાં અરજી કરી ધમકી આપતા હોવાનો આક્ષેપ

પડધરીમાં એક શખ્સ દ્વારા પોલીસમાં ખોટી અરજી કરી પજવણી કરતા યુવકે ફિનાઇલ ગટગટાવ્યું હતું. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીમાં આંબેડકર નગરમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે કામ કરતા સાગર વિનોદભાઈ ચાવડા નામના ૨૫ વર્ષીય યુવાને ગઇ કાલે ફિનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે જાણ થતાં પડધરી પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સાગર શેરીમાંથી નીકળતો ત્યારે અશોક મકવાણા નામનો શખ્સ તેનો વિડીયો બનાવી પોલીસમાં ખોટી અરજી કરતો હતો અને શેરીમાંથી ન નીકળવાની ધમકી આપતો હતો. જેનાથી કંટાળી ફિનાઇલ પી લીધું હોવાનું યુવાને જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.