બંને પક્ષે મળી મહિલા સરપંચ સહિત નવ શખ્સ સામે ગુનો નોંધાયો: વૃધ્ધા સહિત બે ઘાયલ

પડધરી તાલુકાના  નાના ખીજડીયા ગામે વાવાઝોડા બાદ સ્ટ્રીટ લાઈટ બદલવા જેવી નજીવી બાબતે  બે જુથ વચ્ચે મારામારીમાં મહિલા સહિત બે  લોકો ઘાયલ થયા છે. પોલીસે બંને  પક્ષે મળી મહિલા સરપંચ  સહિત નવ  શખ્સો સામે ગુનો નોંધી  ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરી તાલુકાના  નાના ખીજડીયા ગામે રહેતા ધઽુપતબા અનિરૂધ્ધસિંહ જાડેજાએ  ઈલેકટ્રીશન વિજયસિંહને શેરીમાં  લેમ્પ  લગાવવાનું કહેતા ત્યારે સરપંચના  પતિ અનિલ મોહને  બોલાચાલી કરી   વૃધ્ધા ધ્રુપતબા જાડેજા સાથે ઝપાઝપી કરી ફોન કરી પિતા મોહન ગોવિંદ  ભાઈ મહેશ અને પત્ની સુનિતાબેન સરપંચને બોલાવી  ધોકા વડે મારમારી  ઈજા પહોચાડયાની ફરિયાદ નોંધાવી છે.

જયારે સામા પક્ષે  અનિલભાઈ  મોહનભાઈ  કણજારીયા ઈલેકટ્રીશન વિજયસિંહ સાથે લેમ્પ બદલતા વેળાએ નવલસિંહ ગજુભા જાડેજાએ અહી તારે શેરીમાંથક્ષ નિકળવું નહી તેમ કહી બંને વચ્ચે   થયેલી બોલાચાલીમાં અજયસિંહ નવલસિંહ ઘનશ્યામસિંહ ગજુભા, પ્રધ્યુમનસિંહ બળવંતસિંહ અનિરૂધ્ધસિંહ જીલુભા અને વિપુલસિંહ અનિરૂધ્ધસિંહ સહિત  શખ્સોએ તલવાર અને ધોકા વડે  મારમાર્યાની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે બંને પક્ષે મહિલા સરપંચ સહિત નવ શખ્સો સામે ગુનો નોંધી  ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.