રાજકોટ જિલ્લાના પડધરી સહિત તાલુકાઓમાં ગૌચરની જમીનો પર ભૂમાફિયાઓ દ્વારા ખૂબ મોટા દબાણ કરવામાં આવે છે જેને લીધે પશુપાલકોની હાલત કફોડી બની છે ગુજરાત માલધારી સેલના એ પડધરી મામલતદાર સહિત તમામ તાલુકાઓમાં આવેદન આપી પોતાની માંગણીઓ સંતોષવા રજૂઆત કરી છે પોતાની માંગણીઓ પર તાત્કાલિક પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર રાજ્ય વ્યાપી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેઓની માંગણી મુજબ દરેક તાલુકે મામલતદાર ની આગેવાનીમાં એક સેલની રચના કરવામાં આવે તાલુકા લેવલ જે સેલ બનાવવામાં આવે તેમાં ગુજરાત માલધારી એક કાર્યકર ને કમિટીમાં સ્થાન આપવામાં આવે. સેલ દ્વારા તાલુકાઓમાં સર્વે કરી જાણકારી મામલતદારને આપવા, દરેક ગામમાં પશુ ગણતરી પાંચ ગામ વચ્ચે પશુ સારવાર કેન્દ્સહિતની માંગો આવેદનમાં કરવામાં આવી છે આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી હરેશભાઈ ઝાપડા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ પોપટભાઈ ટોળીયા, રાજકોટ જિલ્લા પ્રમુખ હિરેનભાઈ ફાંગલીયા, શૈલેષભાઈ મુંધવા, કાનાભાઈ બાંભવા, નવઘણભાઈ ગમારા, રાજુભાઈ બાંભવા, હકાભાઇ સાનિયા, ભીમ ભાઇ જાદવ, વિરમભાઇ ગમારા, જીણાભાઇ કિહલા, ભરતભાઈ ધોળકિયા, રમેશભાઈ ગમારા, રામ ભાઈ ચોવટીયા,રમેશભાઈ ઝાપડા, ભુરાભાઈ ટોયટા, જોધાભાઈ બાંભવા, કાળુભાઈ બાંભવા વગેરે કાર્યકર્તાઓ દ્વારા પડધરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને કાર્યમાં થોડો વિલંબ થતો જોવા મળે, બિનજરૂરી વિવાદો ટાળવા, દિવસ આનંદદાયક રહે.
- શું તમે પણ સ્કીન કોમળ, સુંદર અને ગ્લોઇન્ગ બનાવવા માંગો છો
- ચિંતન શિબિર- 2024: શ્રેષ્ઠ જિલ્લા કલેક્ટરઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને “કર્મયોગી પુરસ્કાર” એનાયત
- અંજાર : માનવસેવા ચેરી. ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે 113માં નેત્રમણી નેત્રયજ્ઞનું આયોજન કરાયું
- સુરત: પાંડેસરા વિસ્તારમાં ACના કમ્પ્રેસર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત કામદારનું મોત
- માંડવીમાં (નવ) બહેનોને સિલાઈ મશીન અર્પણ કરી “આત્મ નિર્ભર” બનાવાયા
- એસિડિટી અને કબજિયાતથી પરેશાન છો તો ડીનર પછી કરો આ એક કામ
- આ લોકોએ હળદરવાળું દૂધ ન પીવું જોઈએ….