મૃતદેહ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડાયો
પડધરી તાલુકાના આજી દહીસરા ગામે રહેતી સગીરાને ચક્કર આવતા નીચે પટકાતા તેણીનું બેભાન હાલતમાં કરુણ મોત નીપજ્યું હતું. સગીરાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પીએમ અર્થે ખસેડાયો છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીના આજી દહીસરા ગામે રહેતી અને ધોરણ 11માં અભ્યાસ કરતી સંગીતાબેન દિનેશભાઈ ટોયટા નામની 16 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે તેણી ચક્કર આવતા તેની નીચે પટકાઈ હતી.
જેથી તેણીને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેણીની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે. પોલીસે મૃતકની ઉમર નાની હોવાથી મોતનું સચોટ કારણ જાણવા માટે તેને પેનલ પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.