પ્રવાસન ઉધોગને વેગ આપવા સરકાર દ્વારા બજેટમાં કરાઈ છે માતબર રૂ.2077 કરોડની જોગવાઈ
કોરોનાના બે વર્ષ બાદ ફરીથી મોકડા મને પોતાના સહીજનો અને પરિવાર સાથે ફરવા જઈ શકે છે તેમજ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની શરૂઆત થઈ છે ત્યારે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના દ્વારા વિશ્વના રમણીય સ્થળોની મુલાકાત લેવા માટે વિવિધ પ્રકારના પેકેજીઝ બહાર પડાયા છે.ટૂર ઓપરેટરો સામાન્ય રીતે તમામ રહેઠાણ અને પર્યટનનું બુકિંગ અને આયોજન કરે છે અને ઘણી વખત મુસાફરી કરતી વખતે તમારા ભોજનનો પણ સમાવેશ થતો હોય છે. તેઓ સ્થાનો અને અનુભવોની અનન્ય ઍક્સેસ પણ આપે છે જે તમે તમારી જાતે સરળતાથી મેળવી શકશો નહીં.
ટૂર ઓપરેટર દ્વારા બનતા તમામ પ્રયાસો કરવામાં આવે છે જેથી તમે તમારા પ્રિયજન સાથે મુક્ત મને પ્રવાસનો આહલાદક અનુભવ કરી શકો અને લાઇફ ટાઈમ આ પ્રવાસની પળો ને મનમાં કેદ કરી શકો. વર્ષ 2023-24 માટે ગુજરાતના બજેટનું કદ 23 ટકા વધારીને રેકોર્ડ 3,01,022 કરોડ રૂપિયા કરવામાં આવ્યું. જેમાં બજેટ જોગવાઇમાં સૌથી વધુ વૃદ્ધિ પ્રવાસન ઉદ્યોગ વિભાગ માટે કરવામાં આવી છે.
વર્ષ 2023-24ના બજેટમાં પ્રવાસન વિભાગ માટે મૂડી ફાળવણીમાં 170 ટકાનો વધારો થયો છે. જેમાં વર્ષ 2023-24ના બજેટમાં પ્રવાસ વિભાગ માટે 2077 કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે, જે પાછલા વર્ષના 769 કરોડ રૂપિયાની ફાળવણીની તુલનાએ 170 ટકા કે 1308 કરોડ રૂપિયાનો વધારો દર્શાવે છે.
બેસ્ટ વોયેજ સૌરાષ્ટ્રના પર્યટકોને દુનિયાભરના દેશોમાં સ્નેહીજનો સાથે અમૂલ્ય પળો આપે છે:પંકજ તન્ના
બેસ્ટ વોયેજ પ્રા. લી ના સૌરાષ્ટ્ર ડિવિઝન હેડ પંકજ તન્નાએ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે બેસ્ટ વોયેજ સૌરાષ્ટ્રના લોકોને યુ એસ એ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુરોપ, આઇસલેન્ડ, સાઉથ આફ્રિકા, તુર્કી વગેરે જેવા દેશો બીજા ટ્રાવેલ્સ દ્વારા નથી મળતા જેથી બેસ્ટ વોયેજ સૌરાષ્ટ્રના પર્યટકોને દુનિયાભરના દેશોમાં ફરવાનો મોકો અને સ્નેહીજનો સાથેની અમૂલ્ય યાદો આપે છે. જેમાં અમે મહારાજની સુવિધા સાથે આપીએ છીએ. સાથે તુર્કીનો પ્રવાસ પણ અત્યારે સુરક્ષિત છે. આ સાથે પ્રવાસીઓમાં વિયેતનામ પણ લોકોમાં પ્રખ્યાત છે. આ સિવાય 22 વર્ષ જૂની પેઢી છે જે સૌથી સારી સુવિધા આપી ગ્રુપ ટૂરનું આયોજન કરે છે. આ સાથે ઓફીસના મેનેજર કે સ્ટાફ જ ટૂરમાં સાથે જ જાય જે અમારો મુખ્ય પોઇન્ટ છે.આ સિવાય અમારા દ્વારા એડવાન્સ બુકિંગ હોવાથી ઓછા દરે લક્ઝરી ટૂર મળે છે.અમે ફ્કત પ્રીમિયમ સુવિધા આપીએ છીએ. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બેસ્ટ હોય જ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ની એક ખાસિયત છે કે ઓફિસમાં મળતો સ્ટાફ જ પર્યટકો સાથે પર્યટન સ્થળ પર રહીને પણ ગાઇડન્સ પૂરું પાડે છે જેથી અમારા બહારના વ્યક્તિ પર નિર્ભર રહેવુ પડતુ નથી.
નામ પ્રમાણે ગુણ, 22 વર્ષમાં દોઢ લાખ પર્યટકોને આપી ‘બેસ્ટ’ સેવા: દીપક કારિયા
બેસ્ટ ટુર્સ ઍન્ડ ફોરેક્ષ ના મેનેજિંગ ડિરેક્ટર દીપકભાઈ કારિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી કંપની 27 વર્ષથી કાર્યરત છે. અમારું મુખ્ય કાર્ય લેઝર પેકેજીસ એટલે કે ફેમિલી ટુર નું છે. અમે ભારતના દરેક રાજ્યો વિશ્વભરના ટુર્સ પેકેજીઝમાં કાર્ય કરીએ છીએ.આ ઉનાળુ વેકેશન ફરી ઈન્ટરનેશનલ ટૂર લાંબા સમય પછી શરૂ થઈ છે ત્યારે લોકો ફરવા જવા માટે તલપાપડ થઈ રહ્યા છે. લોકોએ વેઈટિંગથી અને વધારાના ખર્ચ થી બચવા તેમજ સ્કીનો લાભ લેવા અગાઉ આયોજન અને ખાસ વિઝા પ્રક્રિયા અગાઉથી જ કરવી જોઈએ. “બેસ્ટ” ટુર્સ પોતાના નામ પ્રમાણે ગુણધર્મ ધરાવે છે 22 વર્ષમાં 1.5 લાખ થી વધુ ઇન્ટરનેશનલ ટુરિસ્ટોને “બેસ્ટ” સર્વિસ પૂરી પાડી છે. “સારું” અને “સ્માઈલ” સાથેનુ વેકેશન આપવું એ અમારા તરફથી આપવુ એ મુખ્ય હેતુ છે.
પ્રવાસનની ગાડી ‘વિશ્વાસ-સેવા’ના પૈડા પર ચાલે છે: શૈલેષ પાદરીયા
પટેલ હોલીડેયઝના ફાઉન્ડર શૈલેષભાઈ પાદરીયા એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 16 વર્ષનો અનુભવ તેઓ આ ક્ષેત્રમાં ધરાવે છે તેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળ પછી લોકોની માનસિકતા બદલાય છે પહેલા લોકો ગણતરી કરીને ફરવા જતા હતા જ્યારે હવે કોરોનાએ લોકોને ઘણું શિખડાવ્યું છે જેને કારણે લોકો વધુ વેકેશન માણતા અને કુટુંબ સાથે રહેતા થયા છે. જેના માટે આ વખતે લોકો અગાઉ બુક કરાવતા થયા છે. પટેલ ટુર્સ દ્વારા ભારતમા નોર્થ ઈસ્ટ, લેહ લડાખ, કાશ્મીર, દાર્જિલિંગ અને હિમાચલ.અમે 60 હજારમાં કાશ્મીરનું પ્રીમિયમ લક્ઝરી પેકેજ આપીએ છીએ. વિદેશમાં આ વખતે લોકોમાં બાકુ વધુ પ્રિય બન્યુ છે, યુરોપનો અનુભવ કરવા લોકો બાકુ જાય છે. આ સિવાય વિયેતનામની ફ્લાઇટની સંખ્યામાં વધારો થતાં લોકો સરળતાથી જઈ શકે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તું પ્રવાસન વ્યવસાય હંમેશા વિશ્વાસ પર ચાલે છે ત્યારે કંપનીની જવાબદારી છે કે તેઓ પ્રવાસીઓને પૂરતો સંતોષ આપે.
હાલના બદલતા સમયમાં લોકો વિદેશ ફરવા જવાનું વધુ પસંદ કરે છે: દિલીપ મસરાણી
અબતક સાથેની વાતચીતમાં ફેવરિટ ટુર્સ એન્ડ ફોરેક્સ પ્રા.લી. ના દિલીપભાઈ મસરાણી જણાવે છે કે,હું છેલ્લા 28 વર્ષથી આ ક્ષેત્રે કાર્યરત ખાસ આ વર્ષે ત્રણ વર્ષ પછી માન સરોવરની યાત્રા શરૂ થાય છે છું અને ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીની ઘણી ચડતી-પડતી નો અનુભવ કર્યો છે.પહેલા લોકો નજીકના સ્થળોએ ફરવા જતા હતા પરંતુ હવે બદલતા સમયમાં લોકો વિદેશ જવાનું વધારે પસંદ કરી રહ્યા છે,કોઈપણ જગ્યાએ ફરવા માટેના પેકેજ તાત્કાલિક મળી જાય છે.કોરોના કાળને લીધે લોકો ફરવા જઈ શકતા નહોતા તેથી હવે જ્યારે વિદેશમાં કોરોનાની મહામારી અને તેની ગાઇડલાઇન્સ હળવી થઈ છે ત્યારે લોકો ફરવા માટેના પેકેજીસ કરાવી રહ્યા છે. ડોમેસ્ટિકમાં લોકો કાશ્મીર તથા ઇન્ટરનેશનલ માટે સ્વીટ્ઝરલેન્ડ તથા યુરોપની માંગ વધારે કરી રહ્યા છે.
છેલ્લા 22 વર્ષથી અમે પ્રવાસન ક્ષેત્રે કાર્યરત: હિમાંશુ કોટેચા
અબતક સાથેની વાતચીતમાં સ્કાયવેઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના હિમાંશુભાઈ કોટેચા જણાવે છે કે,હું છેલ્લા 22 વર્ષથી આ ક્ષેત્રે જોડાયેલો છું કોરોના કાળ બાદ ઇન્ટરનેશનલ પેકેજમાં લોકો દુબઈ, સિંગાપુર,થાઇલેંડ,વિએતનામ,બાલી અને ડોમેસ્ટિકમાં વધારે કાશ્મીર,હિમાચલ પ્રદેશ,કેરલા અને થોડીક માંગ ઉત્તરાખંડમાં પણ છે જેમ કે ચારધામ યાત્રા,હરિદ્વાર,મસૂરી ની માંગ વધારે છે. દરેક દેશોમાં અલગ-અલગ નિયમો હોય છે.ખાસ કરીને વિદેશથી આવતા લોકો માટે પણ કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવતી નથી.જો કોઈ બીજા દેશમાં કાયદા વિરુદ્ધનું આચરણ કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જ છે તથા આપણી એમ્બેસીએ તેનો જવાબ આપવો પડે છે. ખાસ કરીને મોબાઈલ હાલના સમયમાં આવશ્યક વસ્તુ છે તો લોકો ડેટાનું રિચાર્જ કરાવી લે છે જેના દર મહિનાના ચાર્જીસ હોય છે. 22 વર્ષના સમયગાળામાં ક્ષેત્રે ઘણા જ ઉતાર-ચઢાવ જોયેલા છે કોઈ વખત એરલાઇન કંપની સાથે તથા કોઈ વખત હોટલ દ્વારા સર્વિસ સારી રીતે પુરી ન પાડતા અમારે ગ્રાહકોને ઘણા સમજાવવા પડે છે.
પેકેજની સાથે સ્થળ અને બજેટને અનુલક્ષી સાચુ માર્ગદર્શન આપીએ:કલ્પેશ સાવલિયા
સ્ટેલે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના કલ્પેશ સાવલિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે લાંબા સમય પછી પ્રવાસની શરૂઆત થઈ છે ત્યારે પર્યટકો હવે સસ્તી કિંમત કરતા સારી સુવિધા સાથેનો પ્રવાસ વધુ પસંદ કરે છે જે ટુરીઝમ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ જ સારી વાત છે જેથી કરીને પ્રવાસીઓને સારી સર્વિસ આપી શકાય છે.
વધુમાં તેમણે સ્ટેલેની સેવા વિશે જણાવ્યું હતું કે દરરોજ ગ્રાહકોનો અભિપ્રાય લેવામાં આવે છે જેથી સવલતોની કાળજી લઈ શકાય. આ ઉનાળાના વેકેશન દરમિયાન પ્રવાસીઓને ઇસ્ટર્ન યુરોપનો પણ લહાવો મળે તેવા પ્રયાસો કરી રહ્યા છીએ. જેમાં અમેં ફેમીલી ટૂર પર વધુ કાર્ય કરીએ છીએ. કોરોના સમય પછી આજે લોકોને પોતાના પરીવાર સાથે સમય માણવા મળ્યો છે ત્યારે તેઓને ખૂબ જ સારી યાદગીરી આપી શકીએ તેવા પ્રયાસો કરી રહ્યાં છીયે.
મધ્યમ વર્ગને પરવડે તેવા નજીવા દરે સારી સુવિધા સાથેનું આયોજન:વિશાલ લાઠીયા
જીયા હોલીડેયઝના વિશાલ લાઠીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી પેઢી 2019 થી કાર્યરત છે. અમે ખાસ ભારતભરના પ્રવાસમાં આયોજન કરીએ છીએ જેમાં સીમલા, મનાલી, લોનાવાલા,ગોવા મહાબળેશ્વર, જમ્મુ કાશ્મીર જેવા પેકેજીઝ રાજકોટથી જ પ્રોવાઇડ કરીએ છે તેમજ ખાસ સ્લીપર બસ સુવિધા આપીએ છીએ. દરેક પ્રકારની સારી સુવિધા અને નજીવી કિંમતે મધ્યમ વર્ગના લોકો માટે અમે પ્રવાસનું આયોજન કરીએ છીએ. આ સિવાય વિદેશ પ્રવાસમાં દુબઈ, મોલદીવ, બાલી, સિંગાપોર અને દુબઇના પકેજીઝ પર્યટકોને આપીએ છીએ. જ્યારે ઉનાળાની ઋતુમાં હિલસ્ટેશન વધુ પસંદ કરે છે. જીયા પર પર્યટકોના વિશ્વાસનું મુખ્ય કારણ સારી સુવિધા અને સાચો માર્ગદર્શન છે.
કાશ્મીરમાં વાતાવરણ અનુકૂળ થવાથી પ્રવાસીઓમાં આકર્ષણ વધ્યુ:બિરેન ધ્રુવ
જીરાવાલા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના બિરેનભાઇ ધ્રુવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે આ કંપની 70 વર્ષ જૂની છે એટલે કે 1959થી સ્થાપિત છે.જેમાં તેઓ 35 વર્ષથી રાજકોટમાં આ કંપની ચલાવી રહ્યા છે. જેમાં આ કંપની ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બન્ને ક્ષેત્રે કાર્યરત છે. જેમાં જીરાવાલા ગ્રુપ અને બસ ટુર્સમાં સૌથી જૂની અને પ્રચલિત છે. જેમાં ભારતનાં મોટાભાગના શહેરોને આવરી લઇ છે. આ સાથે અમે કસ્ટમાઈઝડ ટૂરનું પણ આયોજન કરીએ છીએ આ સિવાય વિદેશ પ્રવાસ માટે પ્રવાસીઓને લકઝરિયશ ટૂર પેકેજ પણ આપીએ છીએ જેમાં સિંગાપોર, બાલી, મલેશિયા વગેરેના કસ્ટમાઈઝડ પેકેજ પણ આપીએ છીએ. આ સિવાય કાશ્મીરમાં વાતાવરણ અનુકૂળ થવાથી પ્રવાસીઓમાં તેનું આકર્ષણ વધ્યુ છે.
લકઝરીયસ સવલતો સાથે, સરપ્રાઈઝ પણ પ્રવાસીઓને આપીએ છીએ:દીપેશ ગાંધી
આગામ ટુર્સના દીપેશ ગાંધીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે છેલ્લા 8 વર્ષથી રાજકોટ ખાતે કાર્યરત છીએ.આ ઉનાળા વેકેશન દરમ્યાન દર વખતની જેમ દુબઇ સૌને ગમતું સ્થળ છે.આ સિવાય હનીમૂન કપલ્સ માટે બાલી ખૂબ જ ફેવરીટ હોય છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે પ્રવાસીઓનો આગામ ટુર્સ પરનો વિશ્વાસ જેનું મૂખ્ય કારણ એ છે કે અમે હંમેશા અમારા શબ્દો પર ખરા ઉતરીએ છીએ અહીંયાથી જે સેવાની વાત કરી હોય એ જ ગ્રાહકોને મળે છે . વધુમાં તેમણે કહ્યુ હતુ કે 4 સ્ટાર હોટલોની વાત કરીએ તો એમાં પણ સારી સુવિધા સાથેની અલગ તારવીને ગ્રાહકોને આપવામાં આવે છે.તેમજ તેઓ અમે દેશમાં પણ ગ્રૂપ ટૂર ખૂબ જ ઓછા આપીએ છીએ અમે ફ્કત પ્રિમિયમ સેવામાં જ કાર્ય કરીએ છીએ.આ સિવાય અમે લક્ઝરીસ પેકેજીઝ અને સપ્રાઈઝ પણ પ્રવાસીઓને આપીએ છીએ.
યાત્રાળુઓને મળે છે પૂરતી સુવિધા અને રેલવે મારફતે 15 દિવસની ચારધામ યાત્રા: તુષાર નિમાવત
માધવન ટુર્સ અને ટ્રાવેલ્સના તુષારભાઈ નીમાવતે અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે ખાસ અમારે ચારધામયાત્રા તથા માનસરોવર માટેની પૂછપરછ વધારે આવતી હોય છે.આ વર્ષે ત્રણ વર્ષ પછી માનસરોવરની યાત્રા શરૂ થાય છે તેના માટે હાલ પૂછપરછ વધુ ચાલી રહી છે અને કોરોનાકાળ બાદ આ યાત્રા શરૂ થઇ છે તેથી લોકો અહીં ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે.ચારધામ યાત્રા અમે રેલ્વે,હવાઈમાર્ગ તથા બસ દ્વારા કરાવીએ છીએ,ખાસ અમારું એક પેકેજ એ પ્રકારનું પણ છે કે જેમાં ચારધામની યાત્રા હેલિકોપ્ટર મારફત થઈ શકે .હાલ ઉનાળુ વેકેશન શરૂ થતા હિલ સ્ટેશનના બુકિંગ શરૂ થયા છે તથા તેના માટે ઇન્કવાયરી પણ ઘણી આવી રહી છે.આ સીવાય અમારા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા કેરેલા, સિમલા -, કાશ્મીર તેમજ રાજસ્થાનમાં જેસલમેર જોધપુર જેવા ભારતના પ્રખ્યાત સ્થળોએ પણ ઉનાળુ વેકેશન માટે ખાસ ટૂર આયોજીત કરવામાં આવ્યા છે.
સિંગાપોર ટૂર પર્યટકોમાં અતિ પ્રચલિત, ક્રૂઝનો અનુભવ એક લ્હાવો:જીતેન્દ્ર વ્યાસ
વ્યાસ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના માલિક જીતેન્દ્ર વ્યાસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓની પેઢી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટુરમાં કાર્યરત છે. જેમાં દેશના મોટાભાગના શહેરોને આવરી લેવામાં આવે છે તેમજ વિદેશ ટૂરમાં ફારિસ અમારુ મુખ્ય પર્યટન સ્થળ છે જેમાં સિંગાપોર, મલેશિયા, બાલી, થાઇલેન્ડ, વિયેતનામ વગેરે જેવા દેશોનો સમાવેશ છે.જેમાં સિંગાપોર ક્રૂઝનો પણ લોકોને લહાવો મળે છે.અત્યારના સમયમાં ફ્લાઈટથી માંડી દરેક સુવિધાઓના ભાવમાં વધારો થયો હોવાથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટુરમાં 25% જેટલો જ તફાવત જોવા મળે છે જેથી લોકો વિદેશ પ્રવાસ વધારે પસંદ કરે છે. અમારી કંપની પ્રીમિયમ સુવિધા ગ્રાહકોને આપે છે જેને કારણે રિપિટેડ ક્લાઈન્ટ નો રેશિયો વધુ જોવા મળે છે.
અમારી સંસ્થા સૌપ્રથમ ગુજરાત ટુરિઝમની માન્યતા ધરાવે છે: નિખિલ નિમાવત
વૃંદાવન યાત્રા સંઘના નિખિલભાઇ નિમાવત જણાવે છે કે,અમારી સંસ્થા 1956થી કાર્યરત છે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌપ્રથમ ગુજરાત ટુરિઝમ ની માન્યતા ધરાવતી સંસ્થા છે.એક વર્ષમાં આશરે 20 પેકેજો હોય છે જે સમગ્ર ભારતને આવરી લે છે.યાત્રા પ્રવાસ દરમિયાન જો કોઈ ઇમર્જન્સીની સ્થિતિ બને તો અમારા દ્વારા પૂરતો સાથ-સહકાર આપવામાં આવે છે તથા આજુબાજુમાં તાત્કાલિક ઇમર્જન્સી સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવે છે.હાલ સમય બદલાયો છે તથા લોકો જાતે જ ઓનલાઇન ટિકિટની વ્યવસ્થા કરતા હોય છે પરંતુ પૂરતી માહિતીના અભાવે તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે,ખાસ ભોજન ની સુવિધા નો અભાવ તથા ઘણી જગ્યાએ છેતરપિંડીના બનાવો પણ સામે આવતા હોય છે. જેથી લોકોએ પૂરતી માહિતી મેળવી જરૂરી છે તથા આ ક્ષેત્રે કાર્યરત લોકોનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ.
આ વર્ષે ફરવાનું મોંઘુ થયું છતાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ:આસિફ ખાન
સ્કાય ટુર્સ ઍન્ડ હોલીડેયઝ પ્રા.લી.ના આસિફખાને અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ખાસ આ ઉનાળુ વેકેશન માટે ઘણા બધા પ્રવાસો લઈને આવ્યા છે.જેમાં જમ્મૂ કાશ્મીર, કુલ્લુ મનાલી, લેહ લડાખ માટે રેલવે સ્લીપર ક્લાસની સેવા સૌરાષ્ટ્ર માંથી અમારી એકમાત્ર કંપની પૂરી પાડે છે. અમે ફેમિલી ટૂર અને ગ્રુપ ટૂરમાં વધુ કાર્યરત છીએ જેમાં એકલા સિંગલ જેન્ટ્સને પરવાનગી નથી આપતા આ સિવાય મહિલાઓ માટે અમારી ટૂર સલામત છે. ઘણી બધી એકલી મહિલાઓએ અમારી સાથે ટૂરની મઝા માણી છે.અમે છેલ્લા 12 વર્ષથી એક પણ ફરિયાદ વિના કાર્યરત છીએ. વધુમાં તેમણે ખર્ચ વિશે જણાવ્યું હતું કે કોરોના કાળ બાદ ફ્લાઇટ, હોટેલ અને વીઝા સર્વીસના ભાવમાં ખૂબ જ વધારો થયો છે જેથી હવે ફરવું મોંઘું થયું છે.