6,905 સામાનમાંથી 3876 બેગ, 489 પર્સ, 61 જ્વેલરી વસ્તુઓ, 1996 મોબાઈલ ફોન અને 636 અન્ય વસ્તુઓ પરત કરાય
પશ્ચિમ રેલવે દ્વારા પ્રોટેક્શન અમાનત હેઠળ રેલવે પ્રોટેક્શન ફોર્સ (છઙઋ) એ આશરે રૂ. 2.19 કરોડની કિંમતના 937 મુસાફરોનો સામાન પાછો આપ્યો હોવાનું જણાવ્યું હતું છઙઋએ 2019 થી માર્ચ 2023 સુધીના છેલ્લા પાંચ વર્ષમાં ઓપરેશન અમાનત હેઠળ 6,905 કેસમાં સામાન પાછો આપેલ છે. આ સામાનની કિંમત લગભગ 14.52 કરોડ રૂપિયા હતી. 6,905 સામાનમાંથી 3876 બેગ, 489 પર્સ, 61 જ્વેલરી વસ્તુઓ, 1996 મોબાઈલ ફોન અને 636 અન્ય વસ્તુઓ હતી. યોગ્ય ચકાસણી બાદ સામાન મુસાફરોને પરત કરવામાં આવ્યો હતો.ઘણી વખત, મુસાફરો ટ્રેનમાં ચડતી વખતે તથા ઉતરત વખતે ઉતાવળમાં તેમનો માલ સામાન લેવાનું ભૂલી જતા હોય છે. ઓપરેશન અમાનત” હેઠળ, છઙઋ કર્મચારીઓ આવા સામાનને સુરક્ષિત રીતે રાખી તેની યોગ્ય તપાસ કરી અને જે તે માલિકને તે માલ સામાન પરત કરે છે.
ઓપરેશન અમાનત ઉપરાંત, છઙઋએ ગુના અટકાવવા માટે મુખ્ય સ્ટેશનો પર વિશેષ ’ક્રાઈમ પ્રિવેન્શન એન્ડ ડિટેક્શન સ્કવોડ’ ટીમો બનાવી હતી અને આ ટીમો ગેરકાયદે વિક્રેતાઓ સામે ’ઓપરેશન દુસરા’ હેઠળ કામ કરે છે. નાણાકીય વર્ષ 2022-23માં રેલ્વે અધિનિયમની કલમ 144(1)ની દંડનીય જોગવાઈ હેઠળ કુલ 57,517 અનધિકૃત વિક્રેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. તેમાંથી 20,195 અનધિકૃત વિક્રેતાઓ રીઢા ગુનેગાર હતા જેમની વારંવાર ધરપકડ કરવામાં આવી હતી. આ વિક્રેતાઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. જેમાં 1 પોઈન્ટ 87 કરોડ એકત્ર થયા હતા. ગયા વર્ષની સરખામણીમાં, અનધિકૃત વિક્રેતાની ધરપકડમાં અંદાજે 39.14% વધારો થયો છે અને દંડ વસૂલવામાં 53.3% નો વધારો થયો છે.
એક વર્ષમાં 139784 ખુદા બક્ષોને ઝડપ્યા: ટિકિટ ચેકિંગમાં રૂ.12.26 કરોડની આવક
રાજકોટ રેલવે ડિવિઝને છેલ્લા એક વર્ષમાં રેલવેમાં ટિકિટ લીધા વિના મુસાફરી કરવાનો આનંદ ઉઠાવી રહેલા 139784 ખુદાબક્ષોને ઝડપી લીધા છે.ટિકિટ ચેકિગ થકી રેકોર્ડબ્રેક રૂ.12.20 કરોડની આવક થવા પામી છે.પશ્ચિમ રેલવે ના રાજકોટ ડિવિઝન દ્વારા નાણાકીય વર્ષ 2022-23 માં, ટિકિટ વિના-અનિયમિત ટિકિટો વિના મુસાફરી કરનારાઓ સામે સધન ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. તેના પરિણામે, રાજકોટ ડિવિઝનને એક જ વર્ષમાં ટિકિટ ચેકિંગ દ્વારા આશરે રૂ. 12.26 કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે અગાઉના વર્ષની સરખામણીમાં પ્રાપ્ત થયેલા રૂ. 7.11 કરોડ કરતાં 72.25% વધુ છે.
વર્ષ 2022-23 માં ટિકિટ/અનિયમિત ટિકિટ વિના ના કુલ 156003 કેસ નોંધાયા હતા, જે અગાઉના વર્ષમાં નોંધાયેલા 115522 કેસ કરતાં 35.04% વધુ છે. ટિકિટ વિનાની મુસાફરીના 139784 કેસ માં થી રૂ. 11.42 કરોડ, ઉચ્ચ વર્ગમાં મુસાફરી કરતા 15700 મુસાફરો પાસેથી રૂ. 82.84 લાખ, ઓવેર ટ્રાવેલિંગ ના 13 કેસમાંથી રૂ. 7040/- અને બુક ન કરાવેલા સામાન ના 506 કેસ માં થી રૂ. 43,585/- મળ્યા છે.
રેલવેના ફ્રંટ લાઇન સ્ટાફ તરીકે ઓડખાતા વાણિજ્ય વિભાગ ના કર્મચારીઓની આ શાનદાર ઉપલબ્ધિ બદલ રાજકોટ ડિવિઝન ના ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીના, આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર વી. ચંદ્રશેખર, ચીફ ટિકિટ ચેકિંગ ઈન્સ્પેક્ટર કે.સી. ગુર્જર અને ડિવિઝન ના તમામ ટિકિટ ચેકિંગ સ્ટાફ ને અભિનંદન પાઠવ્યા હતા. મુસાફરોને યોગ્ય ટિકિટ ખરીદી ને સન્માન સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે.