સદર સ્થા. જૈન સંઘ ના આંગણે ચાતુર્માસ-બિરાજીત ગોંડલ સંપ્રદાયનાં સદાનંદી પૂ.સુમતિગુરૂણી મૈયા આદી ઠાણાઓના પાવન સાંનિધ્યમાં ગુરૂપુષ્યામૃત સિધ્ધિયોગ ના પાવન દિને (પૂ. સાહેબજી) અપૂર્વશ્રુત આરાધિકા પૂ. લીલમ ગુરૂણીની સપ્તમ વાર્ષિક પુણ્ય સ્મૃતિ અર્થે સદર શ્રી સંઘ ના આંગણે તા. 28/7/22 ગુરૂવાર પાખીના દિવસે ગુપ્ત(ટીફીન) એકાસણા એવમ 3:30 થી 4:30 કલાકે તત્વજ્ઞાન શિબિર સાથે અપુર્વ શ્રુત આરાધિકા જ્ઞાન ગેમનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે ને લાભ લેવા વિનંતી છે. ગુપ્ત એકાસણામાં ગુપ્ત દ્રવ્યા-તથા બહુમાન સ્વ. શોભનાબેન મહેશભાઈ કોઠારીની દીતીય માસીક પુણ્યતિથિ નિમિતે રાખવામાં આવેલ છે.
ચાતુર્માસ આરાધનાની સમયાવલી આ પ્રમાણે છે. પે્રરણાદાયી પ્રવચન સવારે 9:15થી 10:15, નંદી સૂત્રની વાંચણી સવારે 10:30 થી 11:15, ત્રિરંગી સામાયિક સવારે 9:00 થી 11:30, નવકારમંત્રના જાપ સવારે 10:30 થી 11:30, નવલખા જાપ સવારે અને બપોરે, તત્વજ્ઞાન શિબિર ગુરૂવાર 3:30 થી, બાલ શિબિર રવિવાર સવારે 10:30, આયંબિલ ની સાકળ 49 દિવસ, બાલદ્રવ્ય ની સાંકળ 30 દિવસનું તપ, આઠમ પાખી પ્રતિક્રમણ સાંજે 7:15 થી દરેક અનુષટાનો માં લાભ લેવા પ્રમુખ કિશોરભાઈ દોશી 9374127924 તથા હિતેશભાઈ દોશી 9924052121 ની યાદીમાં જણાવાયુ છે.