સમારોહમાં ઉપસ્થિત પ્રતિષ્ઠિત  મહાનુભાવોને  અપૂર્વમૂનિ સ્વામીનું ‘લેડર ફોર અ લીડર’ વિષયક પ્રેરક માર્ગદર્શન

અબતક,રાજકોટ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આ વર્ષે યોજાનાર  પૂ.પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે અનેકવિધ પ્રેરક કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે.એ અંતર્ગત શનિવારે રાજકોટ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે સંસ્થાના વરિષ્ઠ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીની ઉપસ્થિતિમાં રાજકોટ શહેરમાં આવેલ વિવિધ કંપની, પેઢી, વ્યવસાય અને દુકાનના માલિકો, પાર્ટનર્સ, ડિરેક્ટર્સ, મેનેજર્સ માટે પ્રતિષ્ઠિત પ્રેરણા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

માનવમાત્રના માર્ગદર્શક અને હિતવર્ધક પ્રમુખસ્વામી મહારાજ એમના 66 વર્ષના સેવાકાળ દરમ્યાન 1100થી વધુ મંદિરો, 1200થી વધુ સુશિક્ષિત સંતો, 60,000થી વધુ સમર્પિત સ્વયંસેવકો, 1,00,000થી વધુ સંસ્કારી બાળકોયુવાનો, 10,00,000થી વધુ સદાચારી હરિભક્તો, 150થી વધુ સ્કુલ, હોસ્ટેલ અને હોસ્પિટલો અને વિશ્વના 55 થી અધિક દેશોમાં વિસ્તરેલી 160 જેટલી ધાર્મિકસામાજિક સેવાકીય પ્રવૃતિઓનું સફળ અને નિપુણ નેતૃત્વ કરનાર સંત હતા. પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના જીવનમાં રહેલ લીડરશીપના અદ્દભુત પાઠોને સાંકળી લઈ પૂ.અપૂર્વમુનિ સ્વામીએ  પ્રેરક વક્તવ્ય રજૂ કર્યું હતું.

02 5

બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંત  પૂ.ડોક્ટર સ્વામીએ ઉપસ્થિતસૌને આશીર્વચન પાઠવ્યા હતા. રાજકોટ શહેર અંતર્ગત આવતી વિવિધ કંપનીઓ અને પેઢીઓ તથા દુકાનનામાલિકો, પાર્ટનર્સ, ડિરેક્ટર્સ અને મેનેજર્સ મળી કુલ 1500 જેટલા ઉદ્યોગપતિઓ, ડોકટરો અને અગ્રણીઓસેમીનારમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

પૂ.  અપૂર્વમુનિ સ્વામીના લેડર ફોર એ લીડર વિષય પરના મુખ્ય પાઠો

દરેકને કાન, ધ્યાન અને માન આપો. જે સાંભળે, સમજે, સંતોષે તે જ સહકાર મેળવી શકે.     પ્રમુખસ્વામી મહારાજ 1971 થી 2010 દરમ્યાન રોજના 300 લેખે, મહિને 9000, વર્ષે 1,08,000 અને 40 વર્ષમાં 43,20,000 લોકોને મળ્યા હતા.જે પોતાના પર વિશ્વાસ ગુમાવી દે તેનો આત્મવિશ્વાસ જાગ્રત કરવામાં મદદરૂપ થાઓ. દરેક સામે હકારાત્મક દ્રષ્ટિ રાખી, વર્તણુંક સામે ન જોતા ક્ષમતા જોઈ વિકસાવો.પ્રમુખસ્વામી મહારાજે યોગ્યને પસંદ ન કર્યા પણ પસંદ કરીને યોગ્ય બનાવ્યા.ડાયાબીટીશ કે બીપી જેવા રોગ ટળે નહી પણ તેને મેનેજ કરતા રહેવાનું તેમ અમુક લોકોના સ્વભાવ ટળે નહી તેને મેનેજ કરતા રહેવાનું.ઘર્ષણમાં ઉતરેલી પ્રત્યેક વ્યક્તિના મનોભાવને જાણો અને સ્વીકારો. શ્રેષ્ઠ નેતાનો અભિગમ આશાવાદી, હકારાત્મક અને આનંદી હોય. પ્રમુખસ્વામી મહારાજ કહેતા, કોઈ વ્યક્તિ પાછો પડે તેમ ન કરવું. રસોઈ કરે તે દાઝે પણ ખરો. પણ કામ પાછળનો આશય જોવો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.