કાલે માલિનીબેન કિશોરભાઈ સંઘવી તરફથી તપસ્વીને પારણા કરાવશે
ભાણવડ તાલુકાના કાટકોલા નજીક જશાપર ગામના ઈતિહાસમાં પ્રથમવાર મોતીબેન પ્રકાશભાઈ કરમુર પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં 9 ઉપવાસની માત્ર ગરમ પાણીના આધારે તપસ્યા કરી રહેલ છે.મોતીબેન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે કાર્યરત છે.
તા.21ને ગુરૂવારે બપોરે 4 થી 5 કલાકે સેવાસંકુલમાં તપના ગીતોની સાંજી અને તા.22ના શુક્રવારે માલિનીબેન કિશોરભાઈ સંઘવી તરફથી તપસ્વીના પારણા રાખેલ છે. અન્ય ભાવિકો ઉપવાસની સાંકળમાં જોડાઈ રહ્યા છે..