પાકિસ્તાના પંજાબ પ્રાંતમાં જેહલમ પાસેના એપી સેન્ટરથી ઉદ્દભવેલા ભુકંપથી P.O.K.માં ભારે નુકશાની, ૩૦૦ થી વધુ લોકો ઘાયલ
ભારતમાં ઉત્તરમાં પાકિસ્તાન અને પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં ધરતી કંપના પગલે સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠયું હતું.
૫.૮ ની તીવ્રતાના ભૂકંપથી ભારત-પાક. સહીતના ઉત્તર વિભાગમાં દિલ્હી એનસીઆર દ્વારા ધરતી કંપની પુષ્ટી કરવામાં આવી હતી.
૪.૩૩ ના સુમારે જમ્મુ-કાશ્મીર સહીતના સરહીદીય વિસ્તારોમાં હજુ સુધી જો કે કોઇ મોટી ખુવારીના અહેવાલો નથી મળ્યા મળ્યા પાકિસ્તાનના પંજાબના રાવલપીંડી થી નજીક સરહદીય વિસ્તારમાં એપી સેન્ટર ધરાવતા ધરતી કંપ અંગે એન.સીએસના જે.એલ. ગૌતમે જણાવ્યું હતું કે આ ભુકંપની અસર જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં થઇ હતી લોકોને ધરતી ધણધણયાનો અહેસાસ થતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.
પંજારના મુકરપુરમાં અગીગારમાં માળે રહેતા ૧૫ વર્ષના તરુણે જણાવ્યુઁ હતું કે હું મારી પરીક્ષાની તૈયારી કરી રહ્યો ત્યારે હું અને મારી ખુશરી ટેબલ હલવા લાગ્યા હતા. અને હું તુરંત જ ઘરની બહાર નીકળી ગયો હતો.
આ ધરતીકંપની અસર સિમલા, મંડી, કાંગરા, પુના અને હિમાચલ પ્રદેશના અન્ય શહેરોમાં પણ થઇ હતી.
પાક-કબ્જાગ્રસ્ત કાશ્મીરના મીરપુરમાં ૧૯ના મૃત્યુ અને ૩૦૦ જેટલા ઘાયલ થયાના અહેવાલ મળી રહ્યા છે.
મીરપુરમાં વ્યાપક પણે ખુવારી અને રસ્તામાં પડેલી દરારોમાં વાહનો ખુસી ગયા હોવાના દ્રશ્યો ટીવી ચેનલો પર બતાવવામાં આવે છે.
આ ધરતી કંપની અસર પાકિસ્તાની શહેરો પેશાવર, રાવલીપીંડી, લાહોર, હૌટર, ચરસરા શિયાલકોટ અને આબોદાબાદમાં સવિશે થઇ હોવાનું જાણવા મળ્યું છે.