પ્રાથમિક શાળાનું નૂતનીકરણ, સાંસ્કૃતિક હોલનું નિર્માણ તેમજ ગૌશાળાનું નવીનીકરણ
પી.એમ. ટ્રસ્ટના ઉપક્રમે જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે આશરે 3 કરોડના ખર્ચે પૂ. ધીરગુરુદેવની અસીમ કૃપાથી માલિનીબેન કિશોરભાઇ સંઘવી સેવા સંકુલ આને અનિલકુમાર ભૂપતલાલ મણિયાર ભકિત હોલ વગેરે વિવિધ વિભાગ અને ડો. સી.જે. દેસાઇ અને જશવંતીબેન દેસાઇ નંદકિશોર ગૌશાળા, બીના અજય શેઠ પ્રેરિત જશવંતીબેન જયંતિલાલ વારીયા ઘાસચારા ઘરનું નિર્માણ થયા બાદ માત્ર 25 દિવસમાં 81 વર્ષ જુની પ્રાથમિક શાળાનું આધુનિકીકરણ અને સાંસ્કૃતિક ભવન, 2 કલાસ રુમનું નિર્માણ માલીકીબેન કિશોરભાઇ સંઘવીના સહયોગથી થવા પામેલ છે.
ઉદઘાટન ઉત્સવ સમિતિના જશવંત મણિયારની અખબારી યાદી અનુસાર તા. 20ને રવિવારે સવારે 8.30 કલાકે પ્રેમ ચબુતરાથી શોભાયાત્રા અને 9 કલાકે પ્રાથમિક શાળા ગૌશાળા અને સેવા સંકુલ, કુંવરબેન દેવાભાઇ કરમુરહ, કે.ડી. કરમુર, કૃષ્ણ દ્વાર, ભકિત હોલના દ્રારોદઘાટન બાદ યુવા દાતા ઉર્વિશભાઇ વોરા (મુંબઇ) અને સમીરભાઇ શાહ (અમદાવાદ)ના સંઘ પતિપદે ઉદઘાટન સમારો ડુંગર દરબારમાં યોજાયેલ છે.
આ પ્રસંગે ઉમેશભાઇ સંઘવી, યોગેશ હણિયાર કુંદનબેન દોશી, પાસરભાઇ બાટવીયા, દિનેશભાઇ ખેતાણી, ભાવનાબેન શેઠ, ભાવિકભાઇ શાહ, રજનીભાઇ બાવીસી, જગદીશભાઇ, કમલેશભાઇ શાહ, જુલીબેન શાહ વગેરે તેમજ વિવિધ સંઘો, દાતા પરિવાર ઉ5સ્થિત રહેશે. સૂત્ર સંચાલન એકલવીર ધીરજ છેડા કરશે.સમારોહ બાદ ઘુંવાડાબંધ ગામજમણ રાખેલ છે. જયારે 9.30 કલાકે બ્લડ ડોનેશન કેમ્પ એચડીએફસી બેંક જામજોધપુર દ્વારા રાખેલ છે.
તા.21ને સોમવારે સવારે 8.30 કલાકે કલ્યાણપુર ગામે પૂ. ધીરગુરુદેવનું આગમન અને 9 કલાકે સમાજવાડીમાં સત્સંગ સભા યોજાશે. ત્યારબાદ કલ્યાણપુર ના પૂર્વ સરપંચ મગનલાલ પોપટલાલ વાલજી, ભૂપતલાલ પોપટલાલ મણિયાર પરિવાર તરફથી ઘુંવાડા બંધ ગામજમણ યોજાશે. આ પ્રસંગે ગીરીશભાઇ, રાજુભાઇ તથા પ્રફુલભાઇ, યોગેશભાઇ, અનિલભાઇ વગેરે ઉ5સ્થિત રહેશે. જયારે તા. 27 ને રવિવારે સવારે 10 કલાકે જશાપર સેવા સંકુલના પટાંગણે પોપટલાલ ઝીણાભાઇની પ્રતિમાની અનાવરણ વિધિ કરાશે. અનેક ભાવિકો અઠ્ઠાઇ તપમાં અને વ્યસન ત્યાગમાં જોડાયા છે.
કલ્યાણપુરના સેવાભાવીઓની સ્મૃતિમાં ઘુંવાડા બંધ ગામજમણ
ભાણવડ તાલુકાના કાટકોલા- જશાપરની બાજુમાં કલ્યાણપુરમાં વર્ષો સુધી શા. પોપટલાલ વાલજી અને ત્યારબાદ મગનલાલ પોપટલાલ મણિયારે વર્ષો સુધી સરપંચ પદે સેવા કરેલ. તેમજ ભુપતભાઇ પોપટલાલ મણિયાર ગ્રામજનોની સેવા બજાવી હતી. સદગભની સ્મૃતિમાં તા.21 ને સોમવારે સવારે 9 કલાકે પૂ. ધીરગુરુદેવનું પ્રવચન અને ત્યારબાદ મગનભાઇ અને ભુપતભાઇની સ્મૃતિમાં ઘુંવાડા બંધ ગામ જમણ યોજાશે.