રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા રાજકોટમાં તા.17 થી 24 જાન્યુઆરી દરમિયાન રેસકોર્સના આંગણે વ્યાસાસને ધર્મચેતનાના જ્યોતિર્ધર અને સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર એવા પૂ. ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની અમૂલ્ય સ્વરૂપ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

સાંસદ રામભાઈ મોકરીયા  યજમાન પરિવાર દ્વારા રેસકોસ ર્માં આંગણે

નૃસિંહ, વામન,  કપીલ જન્મોત્સવની સાથે ગૌવર્ધન મહોત્સવ રૂક્ષ્મણી વિવાહ ઉજવાશે

કૃષ્ણ જન્મોત્સવમાં પંજરી, માખણ, મિશરી અને મટકી ફોડથી વાતાવરણ બનશે અદ્ભૂત

મોકરીયા યજમાન પરીવાર દ્વારા આયોજિત થયેલ આ ભાગવત કથા એક આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન છે.આ આયોજન પરંપરાગત અને આધુનિક તાલીમોની દ્વારા રચાયેલ છે અને આમ જનતાને પરંપરાગત ગુજરાતી ભાગવત કથાનો આનંદ અપાવશે.

આ સંપૂર્ણ ભાગવત સપ્તાહ દરમિયાન જ અયોધ્યામાં થઇ રહેલ મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા આકાર લેશે, જેમના ગુણો, જીવન ચરિત્ર તેમજ સત્કાર્યોને સંદર્ભમાં રાખી આ સંપૂર્ણ ભાગવત સપ્તાહનું  જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે અને તેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કથા શ્રવણનો સમય સાંજે 4 થી 7 વાગ્યાનો રહેશે.

કથા આમ તો પોતે જ એક પવિત્ર યાત્રા છે અને પુ.રમેશભાઈ ઓઝાના શ્રીમુખે કથા એ એક અનેરો લ્હાવો છે અને એમાંય કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગો જેવા કે પોથી યાત્રા, ગણપતી સ્થાપન પૂજા, ગોવર્ધન મહોત્સવ, રૂક્ષમણી વિવાહ અને સુદામા ચરીત્ર  તેમ જ ભિન્ન ભિન્ન અવતારોના જ્ન્મોત્સવો જેવા કે ન્રુસિંહ જન્મ, કપિલજન્મ, વામનજન્મ, રામ જન્મોત્સવ, ક્રુષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી વૈષ્ણવોને કથાના રસપાનની સાથે સાથે કથામાં નવા જ રંગ ભરશે. આ ભાગવત કથા સમારોહ સાથે સાથે, આપણા સમુદાયના પ્રમુખ લેખકો, પ્રસિદ્ધ કલાકારો અને સાહિત્યકારો આ સમય પર સાથે હશે તેમજ અન્ય વિખ્યાત કલાકારો નો પણ  લાભ મળશે.

ભાગવત કથા સમિતિએ જણાવ્યા અનુસાર કથા શરૂ થવાના દિવસે તા.17 જાન્યુઆરી, બુધવારે ગણપતિ પૂજન થયા પછી શ્રી રામભાઈ મોકારીયાના નિવાસ સ્થાનેથી ભવ્ય પોથી યાત્રા નીકળશે અને મહિલા કોલેજ, કિશાનપરા ચોક, મેયર બંગલો થઈને કથા સ્થળ અયોધ્યા નગરી રેસકોર્સ મેદાન ખાતે પહોચશે. ત્યાર બાદ પુ.ભાઈ શ્રી કથાનું રસપાન શરૂ કરાવશે. કથા દરમિયાન ભગવાનનાનૃસીહ ના અવતારનો જન્મોત્સવ ઉજવાશે. અને એ સિવાય કપિલ જન્મ પણ થશે. ભાવિકોને આ તમામ જન્મો ની સંગીતમય ભાવસભર રજુઆત પૂ. ભાઈશ્રી તરબોળ કરશે. ત્યાર બાદ વામન અવતાર જન્મ ની પણ ભવ્ય-દિવ્ય ઉજવણી થશે.

કથા દરમિયાન તા.21 જાન્યુઆરી એ કથાનો દીવસ ભાવ સભર અને અત્યંત આનંદ દાયક બની રહેશે કારણ કે એ દિવસે કૃષ્ણ જન્મ થશે. પુ. ભાઈશ્રીની કથામાં કૃષ્ણ જન્મ નો ઉત્સવ ઉજ્વાવો એટલે એક અનોખો આનંદ અને લ્હાવો છે. શ્રી ક્રિષ્નજન્મોત્સવ પ્રસાદ સમયે પંજરી,માખણ,મિશરી વગેરેનો પ્રસાદ તૈયાર કરવામા આવશે. સ્ટેજ ઉપર બાલક્રુષ્ણ, માટે મોટુ પારણું પધરાવવામાં આવશે તથા મંડપ અને સ્ટેજને ફુલ-હાર હાર તેમજ કેળ અને નાળીયેરીના પાનથી સુશોભીત તેમજ સ્વરૂપ તૈયાર કરવામાં આવશે. મંડપમાં પ્રસાદથી ભરેલી મટકીઓ લગાડવામાં આવશે. આમ રામ અને કૃષ્ણ જન્મોત્સવમાં વાતાવરણ દિવ્ય બની રહેશે.

કથા મંડપ માં 22 જાન્યુઆરી સોમવાર ના દિવસે અયોધ્યામાં આયોજિત રઘુકુલ દીપક ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું લાઈવ પ્રસારણ ભાગવત સપ્તાહ ના આંગણે જ સવારે 11 કલાકે કરવામાં આવશે. આથી ભાગવત સપ્તાહ દરમિયાન જ ભક્તો રાજકોટના આંગણે આ અદભુત અને અલૌકિક અવસરનો લહાવો મેળવી શકે. આ ઉપરાંત 22 જાન્યુઆરી, સોમવાર એ કથામાં ગોવર્ધન મહોત્સવ ની ઉજવણી કરાશે. જેમાં સ્ટેજ ઉપર ઉત્સવમાં ગોવર્ધન પર્વતનૂં દ્રશ્ય તૈયાર કરવામા આવશે તથા છપ્પ્નભોગ ધરવામાં આવશે.

23 જાન્યુઆરી, મંગળવાર ના દિવસે કૃષ્ણ રૂક્ષ્મણી વિવાહ નો પ્રસંગ ઉજવાશે. કથા દરમિયાન આ અવસર ઘણો જુદી રીતે અને સામાજિક ઉત્કર્ષના ભાવ થી ઉજવવામાં આવશે.

કથાની પૂર્ણાહુતીના દિવસે 24 જાન્યુઆરી, બુધવાર ના રોજ સુદામા ચરિત્રનું રસપાન થશે. પંચનાથ મહાદેવ સાર્વજનિક ટ્રસ્ટના આ ધર્મમય આયોજન પાછળ હેતુ પણ અત્યંત ઉમદા છે. મોકરીયા યજમાન પરીવાર દ્વારા આયોજિત થયેલ આ ભાગવત કથા એક આધ્યાત્મિક અને ધાર્મિક અનુભવ આપવાનું વિશેષ આયોજન છે. આ આયોજન પરંપરાગત અને આધુનિક તાલીમો દ્વારા રચાયેલ છે અને આમ જનતાને પરંપરાગત ગુજરાતી ભાગવત કથાનો આનંદ અપાવશે.

વૈષ્ણવોને કથાના રસપાન ની સાથે સાથે રાત્રીના રાષ્ટ્રીય સ્તરના કલાકારો દ્વારા વિવિધ ભવ્યાતિ ભવ્ય સંસ્કૃતિક કાર્યક્રમો જેવા કે લોકડાયરો, સંગીત સંધ્યા,હસાયરો, શ્રીનાથજીના ભજનો,શ્રી નાથજીની ઝાંખી સંગીત અને હાસ્યનો આનંદ લોકોને કરાવશે જેમાં કથાને એક ઉત્સવ બનાવી રંગત જમાવશે.

શ્રીમદ ભાગવત સપ્તાહ રસામૃત મહોત્સવના આ અદભુત કાર્યને પાર પાડવા શ્રી પંચનાથ સાર્વજનિક મેડીકલ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઈ માંકડ તથા ટ્રસ્ટીશ્રીઓ મયુરભાઈ શાહ,   ડી વી મહેતા, વસંતભાઈ જસાણી , મહેન્દ્રસિંહ ગોહેલ , ડો રવિરાજ ગુજરાતી, અનીલભાઈ દેસાઈ, નીરજભાઈ પાઠક, જૈમીનભાઇ જોષી, સંદીપભાઈ ડોડીયા અને નીતિનભાઈ મણીયાર કાર્યકરોને માર્ગદર્શન આપી રહ્યા છે અને આ મંગલ કાર્યને સફળ બનાવવા સતત પ્રયત્નશીલ છે.

આ અમુલ્ય સ્વરૂપ કથામાં વહેલા તે પહેલા ના ધોરણે પાસ વિતરણ ચાલુ છે. તેમ જ પંચનાથ મંદિર ખાતે ભાગવત સપ્તાહના પાસ લેવા માટે ભાવિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. બેઠક વ્યવસ્થામાં આગળના ખંડના પાસ મેળવવા તેમ જ શ્રીમદ ભાગવત સપ્તાહ શ્રવણ નો અનેરો લહાવો લેવા માટેના પાસ શ્રી પંચનાથ મંદિર, લીમડા ચોક ખાતે વિનામૂલ્યે મળી રહેશે તો અચૂક પાસ મેળવી લેવા આયોજકોએ અનુરોધ કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.