કાલે ગુણાનુવાદ સભા: ૬૮ વર્ષનું સંયમ જીવન ગાળ્યું
ગુરુમાં નર્મદાબાઈ સ્વામીને વસ્ત્ર પરિધાન કરી રહેલ યોગનાબેન મહેતા અને જાગૃતિ કમલેસભાઈ શાહ
ઈન્દ્રપ્રસ્નગર સ્થાનકવાસી જૈન સંઘમાં સ્તિ પૂ.નર્મદાબાઈએ સંથારો ગ્રહણ કરતા પાંચમાં દિવસે કાલે પુણ્યશાળી આત્માનો સંથારો સીજી ગયો છે. પૂ.નર્મદાબાઈ મ.સ.એ ૬૮ વર્ષનું દીર્ધ સંયમ જીવન ગાળી જિન શાસનને ગૌરવ અપાવ્યું છે. પૂ.નર્મદાબાઈ મ.સ.ની આજે સવારે પાલખીયાત્રા નીકળી હતી. જેમાં અનેક જૈન-જૈનતરો જોડાયા હતા. ગુણાનુવાદ સભા કાલે સવારે ૯:૦૦ વાગ્યે નંદવાણા બોર્ડિંગ ૫-જાગના પ્લોટ રાજકોટ ખાતે યોજાશે.
ગોંડલ સંપ્રદાયના ગુરૂદેવ પૂ.ધીરજમુનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પૂ.રંભાબાઈ મ.સ.ના સુશિષ્યા પૂ.નર્મદાબાઈ મહાસતીજીએ ૬૮ વર્ષ પૂર્વે સંયમ જીવન શરૂ કર્યું હતું. માત્ર ૧૬ વર્ષની નાની વયે દીક્ષા ગ્રહણ કરી અને ૮૬ વર્ષની જૈફ વયે અઠાઈ તપની આરાધના કરી નાદુરસ્ત તબિયતના કારણે તેઓ ઈન્દ્રપ્રસ્નગર સ્થાનકવાસી જૈન સંઘમાં સ્થિરવાસ હતા. તેઓએ આજી છ દિવસ પહેલા સંથારો ગ્રહણ કર્યો છે. દરમિયાન અનુમોદર્નો આચાર્ય ભગવંત પૂ.મુક્તિવલ્લભ સુરીજી અને પૂ.યશોવિજય સુરીજી ઉપરાંત અનેક મહાનુભાવો પધાર્યા હતા. તેઓએ ગઈકાલે નશ્ર્વર દેહનો ત્યાગ કરતા આજે નગરમાં પાલખીયાત્રા નીકળી હતી. જેમાં પણ અનેક જૈન-જૈનેતરો જોડાયા હતા. પૂ.નર્મદાબાઈ મ.સ.ની ગુણાનુવાદ સભા કાલે યોજાશે.