નરેન્દ્રબાપુની માનવ સેવાની પ્રવૃતિથી પ્રભાવિત થઈ રાજકોટની અનેક જ્ઞાતિ સમાજનાં અગ્રણીઓએ કથાનો રસાસ્વાદ માણ્યો
કથાના છઠ્ઠા દિવસે
અનેક સમાજના આગેવાનો દ્વારા નરેન્દ્રબાપુનું અદકેરૂ સન્માન કરાયું સન્માનનો પ્રત્યુતર સન્માનથી વાળતા બાપુ થયા ભાવ વિભોર સંતો હોય, કથાકાર હોય કે પત્રકાર હોય સમાજને સાચી દિશામાં લઈ જવાની કોશીશ કરે છે: પૂ. રામેશ્વર બાપુ હરિયાણી
અબતક, રાજકોટ
શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત અને શ્રી નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રભાઇ સોલંકી)ના વડપણ હેઠળ ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં કથાના છઠ્ઠા દિવસે રાજકોટમાં વસતા લગભગ તમામ જ્ઞાતિ સમાજનાં સામાજીક આગેવાનોનો મેળાવડો જામ્યો હોય એવો માહોલ કથા સ્થળ દ્વારિકા નગરી, શેઠ હાઇસ્કુલ, 80 ફુટ રોડ, રાજકોટ ખાતે જોવા મળ્યો હતો.
શ્રી આપગીગાનો ઓટલો જે રીતે પોતના સેવાકાર્યો દ્વારા જાણીતો છે તે જ રીતે સામાજીક સદ્ભાવના માટે પણ ગુજરાત સહિત દેશભરમાં પ્રખ્યાત છે. જે રીતે નરેન્દ્રબાપુ પોતાના મહંતપણા હેઠળ ચાલતા શ્રી આપાગીગાના ઓટલામાં કોઈ જ્ઞાતિ-જાતિનો ભેદભાવ નથી રાખતા તેમ પોતાના રાજકિય અને સામાજીક જીવનમાં પણ હંમેશા નાત-જાતથી ઉપર ઉઠીને સર્વે સમાજના લોકો માટે કામ કર્યા છે
પૈસા તો ઘણા પાસે છે પરંતુ તેનો શ્રેષ્ઠ ઉપયોગ શીખવો હોય તો શ્રી આપાગીગાના ઓટલે એકવાર જવું જોઇએ: હાસ્ય કલાકાર મનસુખભાઇ
તેનો પડઘો કથા સ્થળે જોવા મળતો હોય તેમ લગભગ તમામ જ્ઞાતિ સમાજો જેમાં વિશ્ર્વકર્મા સમાજ, પાટીદાર સમાજ, સોની સમાજ, કારડીયા રાજપૂત સમાજ, ક્ષત્રિય ગીરાસદાર, રઘુવંશી લોહાણા સમાજ, અનૂસૂચિત જાતિ સમાજ, સાધુ સમાજ, સંત સમાજ, મેર સમાજ, ગઢવી ચારણ સમાજ, માલધારી સમાજ સહીત સર્વે સમાજના મોભાદાર સામાજીક આગેવાનો દ્વારા કથાના આયોજક પૂ.નરેન્દ્રબાપુ ગરૂશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રબાપુ સોલંકી)નું જાજરમાન અને અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. જેના પ્રત્યુતરમાં પૂ.નરેન્દ્રબાપુએ તમામ જ્ઞાતિના સામાજીક આગેવાનોનું સન્માન કરી ભાવવિભોર થઇ કહ્યુ હતુ કે રાજકોટની જનતાનો અપાર સ્નેહ અને લાગણી જોઈને હું ગદગદીત થયો છું. મારા 35 વર્ષના જાહેર જીવનમાં હું હંમેશા જનતાની વચ્ચે રહ્યો છું. મારાથી શક્ય તેટલા તમામ પ્રયાસો મે જનતાના પ્રશ્નો ઉકેલવા માટે કર્યા છે
ત્યારે આજે જ્યારે સર્વે સમાજના વડીલો, બહેનો, માતાઓ, દીકરીઓ, ભાઇઓ અને સમાજના અગ્રણીઓ તરફથી આશિર્વાદ મળી રહ્યો છે તેજ મારા માટે મારા જીવનનું સાફલ્ય છે.
આજના કથાના છઠ્ઠા દિવસે વ્યાસ પીઠ પરથી વિદ્વાન કથાકાર રામેશ્ર્વરબાપુ હરિયાણીએ જણાવ્યું હતુ કે ભગાવન શંકર અને નંદી ગોકુલની ગલીઓમાં નીકળ્યા છે. શંકર સાધુના વેશમાં છે સમાજને કાંઇક આપી શકે તેને જ મહાદેવના દર્શન થાય. જેમ સમુદ્રનો કોઇ કીનારો તેમ મહાદેવનો કોઇ કીનારો નથી. સમગ્ર જગતનું જેમા સમાયું છે તેનું નામ ભગવાન ભોળાનાથ શંકર છે. વધુમાં બાપુએ જણાવ્યું હતું કે પત્રકાર, કથાકાર અને કલાકારએ સમાજ માટે ઉપયોગી છે.
કથાકાર એ સરસ્વતીનો ઘાટ છે. કલાકાર એ યમુના છે. પત્રકાર એ ગંગાનો ઘાટ છે.
પત્રકારત્વએ ગંગાનું સ્વરૂપ છે. અને જ્ઞાનનું સ્વરૂપ છે. સમાજને સાચી દિશામાં લઈ જાય છે. આ સમાજની સૌથી મોટી જવાબદારી છે. અને જો ભૂલ થાય તો સમાજને બહુ મોટી નુકશાની ભોગવી પડે છે.
બાપુએ ગુરુ શિષ્ય બાબતે જણાવ્યું કે ગુરૂ મંત્ર ફુકે પછી બીજાને કહેવાય નહી. ગુરુ પણ સાધક જોઈ અને શિષ્ય પણ સાધક જોઇએ. ગુરુ ક્યારેય પણ નબળોનો હોઇ શકે. કનૈયાએ બધાને કાનમાં મંત્ર ફૂકી માખણ ચોરી કરવાની શરૂઆત કરી હતી. ગોપીઓની ફરીયાદ પરથી માં જશોદા કનૈયાને પૂછે છે કે તું ચોરી કરે છે. કનૈયાએ જણાવ્યું કે ના ના ગોપીઓ ખોટું બોલે છે. કથાકાર રામેશ્ર્વરબાપુએ જણાવ્યું કે સતાધાર જાવ, આપાગીગાના ઓટલે જાવ, પરબધામ જાવ, બગદાણા જાવ, દરેક ધાર્મિક સ્થળોએ ભૂખ્યાને રોટલો આપે છે. તે વંદનીય છે. બીલ્ડર માણસ સાધુ બની જાય એ કંઇક નરેન્દ્રબાપુને જીવરાજ બાપુએ કોઇક મંત્ર આપ્યો છે. તેમ મારી વ્યાસપીઠ અને ગુરુ પ્રત્યેની શ્રધ્ધા અને ગુરૂ પ્રત્યેનો પ્રેમ છે.
ખાલી રાજસતા પણ ન ચાલે ખાલી ધર્મસતા પણ ન ચાલે પણ નરેન્દ્રબાપુમાં ધર્મસતા અને રાજસતામાં બનેનો સંગમ છે. ધર્મસતા અને રાજ પુરુષનું શ્રેષ્ઠનું ઉદાહરણ હોય તો એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અયોધ્યા અને દેશની દીશા બદલાવી રહી છે. સનાતન તત્વ અને હીંદુત્વ ઉભુ થઇ રહ્યું છે.
મંદીર તો ઉભું થસેજ અને 2024માં આપણે રામલલ્લાના દર્શન અયોધ્યાના મંદીરમાં થશે.
મનસુખભાઇ હાસ્ય કલાકારે કથાનાં મંચસ્થ પરથી જણાવ્યું હતું કે રાજકોટની પાવન ધરતી પર પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન શ્રી નરેન્દ્રબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ (નરેન્દ્રબાપુ સોલંકી) આપાગીગાના ઓટલા દ્વારા કરવામાં આવ્યુ છે. તે એક અલૌકીક ઘટના છે.
પૈસા તો ઘણા પાસે છે પરંતુ તેનો શ્રેષ્ઠ ઉપયોગ શીખવો હોય તો શ્રી આપાગીગાના ઓટલે એકવાર જવું જોઈએ.
કથાના છઠ્ઠા દિવસે સર્વે સમાજના આગેવાનોએ નરેન્દ્રબાપુનું કર્યુ અદકેરુ સન્માનનો પ્રત્યુતર સન્માનથી વાળતા બાપુ થયા ભાવ વિભોર.
આજના છઠ્ઠા શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં રાજકીય-સામાજીક આગેવાનોનો મેળાવળો જોવા મળ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિ.સિટીના ઉપકુલપતી વિજયભાઈ દેસાણી રાજકોટ મહાનગર પાલીકાના શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડીત, રાજકોટ મહાનગર પાલીકાના કોર્પોરેટર અશ્ર્વિનભાઈ પાંભર, માનવ મંદિર સાવરકુંડલાના ભક્તિરામબાપુ, ઉગારામ બાપુની જગ્યાના ગોરધનબાપા, ધાનગઢના જીલ્લુભાઈ ધાંધલ, ચોટીલા તાલુકા શિક્ષક સંઘના દિપેન્દ્રભાઈ ધાંધલ, મોધીબા જગ્યાના જીણારામ બાપુ, પ્રખ્યાત હાસ્ય કલાકાર સાંઈરામ દવેના પિતાશ્રી વિષ્ણુભાઈ દવે, માનવ મંદિરના ધીરેનભાઈ ગોંડલીયા, શ્યામવાડીના પ્રમુખ મનસુખભાઈ ટાંક, અમદાવાદ ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજના પ્રમુખ વિ.ટી.ગાંગાણી, સતવારા સમાજના પ્રમુખ પ્રફુલભાઈ નકુમ, એડવોકેટ પરેશભાઈ મારૂ, નોટરી એન્ડ એડવોકેટ જયંતભાઈ ગાંગાણી, પૂર્વ કોર્પોરેટર શિલ્પાબેન જાવીયા, શહેર ભાજપ વોર્ડનં.13 મહીલા મોરચાની પુરી ટીમ તેમજ વોર્ડ નં.14ના પ્રમુખ હરીભાઈ રાતડીયા, મહામંત્રી નરેન્દ્રભાઇ કુબાવત, ભાજપ સાંસ્કૃતીક સેલના વિજયભાઈ કારીયા, શાસ્ત્રીજી કૌશીકભાઈ અનંતરાય ત્રિવેદી, શ્રી પી.એન્ડ ટી.વી. શેઠ હાઇસ્કુલના શિક્ષક કિશોરભાઇ ભુત સહીતના રાજકીય-સામાજીક આગેવાનો મંચ ઉપર નરેન્દ્રબાપુ શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ.