• 1 લાખથી વધારે કાર્યકર્તાઓને સંબોધશે

  • આયુષ્યમાન ભારત યોજનાનો લાભ હવે 70થી વધુની વયના લોકોને પણ મળશે

P.M. in Gujrat:ત્રીજી વાર PM બન્યા બાદ પ્રથમવાર PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે,તંત્ર દ્રારા PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં PM મોદી GMDC ખાતે સભા ગજવશે તેને લઈ GMDC ખાતે વિશાળ વોટરપ્રુફ ડોમ તૈયાર કરાયો છે,સાથે સાથે GMDC ખાતે 1લાખથી વધુ કાર્યકર્તાઓ વડાપ્રધાનનું અભિવાદન કરશે.સાથે સાથે બનાસકાંઠામાં પણ બે અલગ અલગ કાર્યક્રમ યોજાશે તેમજ ગાંધીનગર મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરશે.

જાહેર કાર્યક્રમ સિવાય રાજભવન ખાતે નરેન્દ્ર મોદી બેઠક કરે તેવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે. તેમજ રાજકીય સમીકરણો અને વહીવટી તંત્રને લઈને બેઠક કરી શકે છે. તો 16 તારીખે રીન્યુઅલ એનર્જીને લઈને યોજાનાર એક્સપો ખુલ્લો મુકશે. તેમજ અમદાવાદ – ગાંધીનગર મેટ્રો સેવાને ખુલ્લી મુકે તેવી સંભાવના છે.

ત્યાર બાદ તેઓ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભાજપના 1 લાખથી વધારે કાર્યકર્તાઓને સંબોધિત કરશે.જો કે મળતી માહિતી અનુસાર આગામી 17 સપ્ટેમ્બરનો કોઈ ક્રાર્યક્રમ હજુ સુધી નક્કી થયો નથી. પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે 17 તારીખે, તેમની માતા હિરાબાના આશિર્વાદ લેતા હતા. હિરાબાના નિધન બાદ, પીએમ મોદી તે નિવાસ સ્થાને જાય તેવી શક્યતા છે. જો કે આ અંગે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી.

ગાંધીનગર મેટ્રો ટ્રેનનું કરશે લોકાર્પણ:

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ સેવાનું લોકાર્પણ કરવાના છે.ગાંધીનગરના સેક્ટર-1 (ચ-2) મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો રેલમાં યાત્રા કરશે. રસ્તામાં, રાયસણ મેટ્રો સ્ટેશન પર રોકાઈ નાગરિકો સાથે સંવાદ પણ કરી શકે છે.15મી સપ્ટેમ્બરે તેઓ ગાંધીનગરમાં રાત્રિ રોકાણ કરશે.16 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર ખાતે યોજાનાર ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇવેન્ટમાં પણ તેઓ હાજરી રહેશે. બપોરે 1.30 વાગ્યે તેઓ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન પર પહોંચશે, જ્યાં મેટ્રો પ્રોજેક્ટના નિરીક્ષણ બાદ લીલી ઝંડી આપી મેટ્રો સેવાનો પ્રારંભ કરાવશે.

કોને મળશે આ સેવાનો લાભ:

આ મેટ્રો સેવા મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી લઈને ગાંધીનગરના સેક્ટર-1 અને ગિફ્ટ સિટી સુધી દોડશે, જેનાથી બંને શહેરોના વચ્ચેની મુસાફરી માટે સમય બચત અને સુવિધા બંને વધશે. મોદીના આ પ્રવાસને લઈને ગાંધીનગર અને અમદાવાદમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ સઘન બનાવવામાં આવી છે. વડાપ્રધાનના પ્રવાસને લઈ કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે અને સ્થાનિક પોલીસ સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે. SOG તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ એલર્ટ મોર્ડ પર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.