ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા પહેલા નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ માટે એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકને એક્ઝામ વોરિયર્સ નામ અપાયું છે. જેનું આવતીકાલે લોકાર્પણ થશે.
દર વર્ષે પરિક્ષા ને લઈને ઘણા વિદ્યાર્થીઓ આપઘાત કરે છે અને બોર્ડની પરીક્ષાઓ આવતાં જ તેઓ ખુબજ તણાવ અનુભવે છે. પીએમ મોદીએ પુસ્તકમાં બાળકોને પરીક્ષા માટે તણાવ સામે પહોંચી વળવા અને સારુ પ્રદર્શન કરવા કેટલીક ટિપ્સ આપી છે. પુસ્તકમાં 10 ને 12માં ધોરણની બોર્ડની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓની પરેશાની પર ફોકસ કરાયુ છે.
પીએમ મોદીએ પુસ્તકને સીધા સંવાદ કરવાના અંદાજમાં લખ્યું છે. જેમાં ઘણા ઉદાહણ આપવામાં આવ્યા છે. સાથે જ વિદ્યાર્થીઓને યોગ અને ફિઝિલક એક્ટિવિટીની જરૂરિયાત પણ સમજાવાઈ છે.
પ્રવાસી ભારતીય કેન્દ્રમાં આ પુસ્તકના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી અને વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ ઉપસ્થિત રહેશે. પેંગ્વિન પબ્લિશિંગ હાઉસ દ્વારા છપાયેલા 208 પાનાના આ પુસ્તકની કિંમત 100 રૂપિયા રાખવામાં આવી છે. જેનું લોકાર્પણ કાલે કરવામાં આવશે.