પરીક્ષા કેન્દ્ર આસપાસ પ્રતિબંધાત્મક હુકમો
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પોલીસ ઈન્સપેકટર (બિન હથિયારધારી) વર્ગ-૨ની પરીક્ષા તા.૩/૧/૨૦૧ રવિવારે લેવાનાર છે. જિલ્લામાં ઉપરોકત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સંચાલકો અસામાજિક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરાશે તેમજ પરીક્ષા દરમ્યાન જાહેર વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉતરો કોપીઈંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કુલદીપસિંહ ઝાલાએ જાહેરનામા દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ મુજબ જાહેરનામું જારી કર્યુ છે. પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના ૧૦૦ મીટર ત્રિજયાના વિસ્તારમાં તા.૩/૧/૨૦૨૧ના સવારે ૬ વાગ્યાથી સાંજના ૮ કલાક સુધી પ્રતિબંધ ફરમાવેલ છે.
જાહેરનામા મુજબ શેઠ વી.ડી.હાઈસ્કૂલ-ભુજ, માતૃછાયા ક્ધયા વિધાલય-ભુજ, ઓલ્ફ્રેડ હાઈસ્કુલ-ભુજ-એ, ઓલ્ફ્રેડ હાઈસ્કુલ-ભુજ-બી, ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કૂલ-ભુજ-એ, ઈન્દ્રાબાઇ ગર્લ્સ હાઈસ્કૂલ-ભુજ-બી, આર.ડી.વરસાણી હાઈસ્કૂલ મુન્દ્રા રોડ-ભુજ, મા આશાપુરા ઈંગ્લીશ સ્કુલ-ભુજ, સ્વામીનારાયણ વિધાલય લીમડાવાલી લાઇન, સંસ્કારનગર-ભુજ પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઇપણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીઓ કરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ, કોપીઈંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીનો ચલાવવા નહીં કે કોઇપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવાના રહેશે.