વિશ્ર્વભરમાં આરોગ્ય ક્ષેત્રે નવી નવી ટેકનોલોજીનો આવીષ્કાર થતો રહે છે ત્યારે ઘણા સમયથી વિશ્ર્વભરમાં જાણીતી રોબોટીક સર્જરી એટલે રોબોટ દ્વારા સર્જરી કરવામાં આવે છે આ વિષયને લઇ તા.૧૩મી જુલાઇના રોજ રાજકોટ પી.ડી.યુ. મેડીકલ કોલેજ ખાતે રોવિન રોબોટ વાન મુલાકાતે આવી હતી. જેમાં મેડીકલના વિઘાર્થીઓને રોબોટિક સર્જરી વિશે પ્રેકિટલ અને થિયોરિકલ જાણકારી આપવામાં આવી હત સાથો સાથ મેડીકલ કોલેજના સેમીનાર હોલમાં સીવીલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેડ ડો. મનીષ મહેતા અને મેડીકલ કોલેજના ડીન ડો. યોગેશનંદ ગોસ્વામીની હાજરીમાં અમદાવાદના એચ.સી.જી. કેન્સર સેન્ટરના ડો. જગદીશ કોઠારીયા દ્વારા વિઘાર્થીઓને રોબોટિક સર્જરી વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથો સાથ આ ટેકનોલોજી અપનાવી સર્જરીને વધુ સરળ અને વધુ અસરકાર બનાવી શકીએ તે વિષયને લઇ વિઘાર્થીઓને રોબોટિક સર્જરી વિશે માહીતી આપી હતી.
અબતક સાથેની વાતચીત દરમિયાન અમદાવાદના એચસીજી કેન્સર સેેન્ટરના પ્રેકિટસર ડો. જગદીશ કોઠારીએ જણાવ્યું હતું કે, ઘણા બધા વખતથી રોબોટિક સર્જરી વિશેની એક મુવમેન્ટ ચાલુ થયેલી છે. અને આજે આ સૌરાષ્ટ્રમાં રાજકોટમાં ખાસ કરીને ડોકટર પ્રેસીડેન્ટ મીત્રો અને મેડીકલના વિઘાર્થીઓને એનો એક જાતે પોતાનો અનુભવ કરાવા માટે અહીયા જે રોબોટ બનાવતી દુનિયાની એક જ કંપની અત્યારે રોબોટ બનાવે છે તે કંપની આજે રાજકોટમાં આ એકચ્યુઅલ રોબોટ જે સર્જન લોકો વાપરે છે. તેનું એક પ્રોટોટાઇપ અમી મુકેલું છે. તેમાં ક્ધસોલ પર બંસી અને રોબોટીક સર્જરી કેવી રીતે થાય તેમાં ઇન્સ્ટ્રુમેન્ટની કેવી રીતે મુવમેન્ટ કરી શકાય તેનો એક જાતે અનુભવ કરી શકાય તેના માટે આ રોબોટ અહીં મુકવામાં આવ્યું છે. મને હમણાં જાણવા મળ્યું કે લગભગ ૬૦ જેટલા સીનીયર સર્જન, પ્રેસીડેન્ટ ડોકટર અને મેડીકલના વિઘાર્થીએ તેની પર બેસી અને જાતે અનુભવ કર્યો છે. અને ઘણાં બધાએ એમ પણ કહ્યું છે. અને ઘણા બધાએ એમ પણ કહ્યું છે કે, તેઓને એક આહલાદક અનુભવ થયો છે.
જો આ ટેકનોલોજી વિશેની વાત કરું તો આ એક મોટી વાઢકાપ કર્યા વગર ઓપરેશન કરવા માટેની આ એક આગવી અને લેટેસ પઘ્ધતિ છે. અને હવે દુનિયાભરમાં આ પઘ્ધતિ છેલ્લા ૧૫ વર્ષથી ઓલરેડી ઉપયોગ કરવામાં આવે છે. એટલે પ૦ લાખ સર્જરી ઓલરેડી રોબોટીક પઘ્ધતિ દ્વારા થઇ ચુકી છે. અને આપણા ભારતભરમાં પણ આજે ૬૦ રોબોટીક ઇન્સ્ટોલેશન છે અને ૨૦૧૭માં ૮૦૦૦ રોબોટીક સર્જરી અહીં કરવામાં આવી છે. ફાયદાની વાત કરીએ તો આ રોબોટીક પદ્ધતિથી લેપ્રોસ્કોપીક સર્જરીથી પણજ્ઞ ઉપરની વધારે જટીલ સર્જરી કરવા માટે અને સેફટી વધે તેના માટેનું આ એક પ્લેટફોર્મ છે. અને તેનાથી દર્દીને રીકવરી, ઓછુઁ દુખાવો થાય અને ઘણા બધા ફાયદા થાય તેના માટેનું આ નવું કદમ છે.
આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સ અત્યારે જે બઝ વર્ડ તરીકે મુકવામાં આવે છે તો આર્ટીફીસીયલ ઇન્ટેલીજન્સ પ્લેટફોર્મ પર આ રોબોટીક પઘ્ધતિ બનાવવામાં આવી છે. જેથી સર્જન ક્ધસોલ પર બેઠા હોય.
દર્દી જે ટેબલ પર હોય તેમાં રોબોટના ચાર આમ ડોક કરવામાં આવે અને સર્જનના હાથમાં કંટ્રોલ હોય આ ચારેય સામનો અને સર્જન દરેક મુવમેન્ટ ઇનીસીએટ કરે છે. એટલે તે ચોકકસાઇ માટે અમે એવું કહીએ છીએ કે, તેને રોબોટીક આસીસ્ટડ સર્જરી કહી શકાય. એટલે રોબોટ જાતે એક પણ સ્ટેપ આજના જમાનામાં કરતો નથી. પણ બધી જ રોબોટીક આસીસ્ટેડ સર્જરી સર્જન જે કોઇ મુવમેન્ટ ઇનીસીએટ કરે એ રીતે સર્જરી થાય છે. અને પ્રીસીઝનથી સર્જીકલ આઉટકમ ઘણા જોવા મળે છે.