પી.ડી.યુ. સરકારી મેડીકલ કોલેજ રાજકોટ દ્વારા ડીન ડો. ગૌરવીબેન ધ્રુવના માર્ગદર્શન હેઠળ વિશ્વ મહિલા દિન ન ઉજવણી કરવામાં આવેલ સાથે સાથે મેડીકલ કોલેજમાં ઉકત દિવસથી જ પ્રથમ વિમેન્સ વીંગની પણ સ્થાપના કરવામાં આવેલ.
વિશ્ર્વ મહિલા દિન નીમીતે પી.ડી.યુ. મેડીકલ કોલેજ, પી.ડી.યુ. સીવીલ હોસ્પિટલના વર્ગ ૧ થી ૪ ના તમામ મહીલા અધિકારી તથા કર્મચારીઓ માટે જે મહીલાઓ માટે આરોગ્ય ક્ષેત્રે યટ પ્રશ્ન છે કે ગર્ભાશયના મુખના કેન્સર તથા બે્રસ્ટ કેન્સર જે બન્ને માટે ત્વરીત ઝડપથી કેવી રીતે ખ્યાલ આવે અને યોગ્ય નિદાન થાય તેના માટે મેમોગ્રાફી, પ્રેપ સ્મીયર જેવા ટેસ્ટીંગ અત્રે વિના મુલ્યે કરવામાં આવેલ. અને તેની પ્રાયમરી સંપૂર્ણ માહીતી જે તે નિષ્ણાત દ્વારા આપવામાં આવેલ ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ દ્વારા આ બાબતે ખુબ બારીકાઇથી અને જીણવટ ભરી છણાવટ કરી પ્રેરક માર્ગદર્શન આપવામાં આવેલ.
મેડીકલ કોલેજ ખાતે વિમેન્સ વિંગ ની સ્થાપના કરવામાં આવેલ જેમાં મહિલાઓની આઘ્યાત્મિક ઉન્નતિ, વ્યકિતત્વ વિકાસ, સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતતા, સામાજીક સમરસતા જેવા પર સમયાંતરે સેમીનાર યોજવા વર્કશોપ જેવા કાર્યક્રમો યોજી મહીલા સશકિત કરણનો હેતુ ખરા અર્થમાં સિઘ્ધ કરવાના ઉમદા હેતુથી ડીન ડો. ગૌરવીબેન ધ્રુવ દ્વારા અમલીકરણ કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય ઉ૫સ્થિત રહેલ.