શ્રેષ્ઠ અઘ્યાપક અને વિશિષ્ટ સિઘ્ધી બદલ સ્ટાફ મેમ્બરને પ્રમાણપત્ર એનાયત

પી.ડી માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજમાં આજરોજ દીક્ષાંત અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડો. સંદીપભાઈ ધેટીયા ના માર્ગદર્શન હેઠળ પ્રાધ્યાપક તેમજ તાલીમાર્થીઓએ કરેલ હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે જામનગર આયુર્વેદ યુનિવર્સિટીના ભૂતપૂર્વ  કુલપતિ ડો.સંજયભાઈ ઓઝા, મુખ્ય અતિથિ સ્વરૂપે તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્ર ભવનનાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. ભરતભાઈ રામાનુજ અતિથિ વિશેષ તરીકે  અને કોલેજના ટ્રસ્ટીઓ ડો. નરેન્દ્ર ભાઈ દવે, ડો. તુષારભાઈ પંડ્યા, ઓજસભાઈ ખોખાણી હાજર રહેલા હતા.

આ ઉપરાંત પ્રેક્ટિસ ટીચિંગ શાળાના આચાર્યશ્રીઓ હાજર રહ્યા હતા. તથા સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ સેવાઓ આપનાર સહયોગીઓ પણ હાજર રહ્યા હતા. મુખ્ય અને અતિથિ વિશેષ મહેમાનો ને બુક બુકે અને મોમેન્ટો આપીને સ્વાગત કરાયું હતું. પ્રેક્ટીસ ટીચિંગ શાળા ના આચાર્ય અને સહયોગીઓ નું શાલ ઓઢાડી ને સન્માન કરાયું હતું. તેજસ્વી વિદ્યાર્થીઓ ને પ્રમાણપત્ર અને મોમેંટો આપીને બહુમાન કરાયું હતું. શ્રેષ્ઠ અધ્યાપક અને વિશિષ્ટ સિદ્ધિ બદલ સ્ટાફ મેમ્બર નું પણ શાલ અને પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાયું હતું. પ્રેક્ટિસ ટીચિંગ શાળા ના આચાર્ય અને વિદ્યાર્થીઓ એ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.

ડો. નરેન્દ્રભાઈ એ આશિર્વચન આપ્યા હતા. ડો. રામાનુજ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.  કાર્યક્રમ ના અંતે સૌ સ્વરુચિ ભોજન લઇ છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ માં પ્રાધ્યાપકો અને તાલીમાર્થીઓ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી ને યાદગાર બનાવી ઉત્તમ ટીમ વર્ક નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું તથા બધા જ મહાનુભાવો કોલેજ ના શૈક્ષણિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ થી પ્રભાવિત થયા હતા અને કોલેજ પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.