સારધા પોન્ઝી સ્કિમ કેસમાં ૨૦મી જુને વધુ તપાસ હાથ ધરાશે
પ્રવર્તન નિદેશાલય ઈડીએ સારદા પોંજી ગોટાળા કેસ સંબંધિત મની લોન્ડરીંગ અંગેનું તપાસના ભાગરૂપે પૂર્વ વિત્તમંત્રી પી ચીદમ્બરમની પત્ની નલિની ચિદંમ્બરમને ફરીથી સમન મોકલવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, નલીનીને ઈડીની ઓફિસ પર કોલકાતા ખાતે ૨૦મી જુને તપાસ માટે બોલાવ્યા છે પરંતુ તેણે મદ્રાસ હાઈકોર્ટને પડકાર્યો છે. વ્યવસાયિકરૂપે નલીની વકીલ છે
આ પૂર્વ પણ તેને ઈડીજી સમનને લઈ પોતાની અપીલમાં જસ્ટીસ એસ.એમ.સુબ્રમણ્યમને ૨૪મી એપ્રિલે ચુનોતી આપી હતી. જેમાં તેણે નલીની વિરોધી સુચી તૈયાર કરી હતી. જોકે કોર્ટેની આદેશને નલીનીએ માન્યતા આપી ન હતી ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે, આ પ્રકારની છુટ જરૂરી નથી. ઘણી વખત કેસ પરિસ્થિતિઓ પર પણ નિર્ધારીત હોય છે ત્યારે જસ્ટીસે ઈડીને નલીનીનું નામ સમન માટે જારી કરવાના આદેશો આપ્યા હતા.
નલીનીને કથિતરૂપે કોર્ટ તેમજ કંપની બોર્ડની ચેનલ ખરીદવાના સોદામાં હાજર રહેવા માટે ૧.૨૬ કરોડની ફી ચુકવવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી દરમ્યાન નલીનીએ કહ્યું હતું કે, આ સમન રાજનૈતિક છે અને તેથી તેની છબી ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું કે કોઈ આરોપીનું પ્રતિનિધિત્વ કરવા માટે જો ફી વસુલવામાં આવે તો તે અપરાધ નથી.