સાંસદ રામભાઇ મોકરિયા પરિવારના યજમાન પદે
ઢોલ, શરણાઇ, તાલ અને સૂરની સંગાથે શિવ સ્તુતિ સહિતની ધુનોએ માહોલ ધર્મમય બન્યો: રજવાડી બગીમાં બીરાજમાન ભગવાનજી હર્ષભેર અયોઘ્યાનગરી ખાતે થઇ પધરામણી
રાજકીય – સામાજીક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાઇ વિઠલ-વિઠલ – વિઠલાની ધુન પર નાચ્યા
તા.17 જાન્યુઆરી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યજમાન રામભાઈ મોકરિયા પરિવાર આયોજિત શરુ થઇ રહેલી પ. પુ. રમેશભાઈ ઓઝા(ભાઈશ્રી) ની ભાગવતકથાના આરંભે નીકળેલી ભવ્યાતિભવ્ય પોથીયાત્રાએ રાજમાર્ગો પર આનદ,ઉલ્લાસ અને ધર્મોત્સ્વનો માહોલ સર્જી દિધો હતો. મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે પોથી યાત્રામાં જોડાયા હતા. ભાગવત કથા સમિતિએ જણાવ્યા આજે ગણપતિ પૂજન થયા પછી રામભાઈ મોકારીયાના નિવાસ સ્થાનેથી ભવ્યાતીભવ્ય પોથી યાત્રા નીકળી હતી અને મહિલા કોલેજ, કિશાનપરા ચોક, મેયર બંગલો, રેસકોર્સ રીંગ રોડ થઈને કથા સ્થળ રેસકોર્સ મેદાન (અયોધ્યા નગરી) ખાતે પહોચી હતી. આ પોથીયાત્રા માં સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તથા યજમાન શ્રી રામભાઈ મોકરીયા પરિવારના તમામ સદસ્યો સહિત બહોળી સંખ્યામાં ભક્તજનો હર્ષભેર જોડાયા હતા. રસ્તામાં ઉભેલા અન્ય ભક્તજનો એ પોથીજીના ભાવપૂર્વક દર્શન કર્યા હતા. ભાગવત સપ્તાહની આ ભવ્ય પોથીયાત્રા માં ડી જે તેમ જ બેન્ડવાજા ના તાલે ભક્તજનોને ડોલાવ્યા હતા. આ ઉપરાંત નાસિક બેન્ડ ની મંડળી એ પોતાનો સુર પુરાવી માહોલ ને વધુ ધાર્મિક અને આનંદિત બનાવ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ ઓએ પણ ભાવભેર હાજરી આપી હતી અને માથે કળશ (સામૈયું) લઇ પોથીજીના આગમન ને વધાવી લીધું હતું. પોથીયાત્રામાં બહોળી સંખ્યામાં કથાના રસિયાઓ અને ભાવિકો આનંદથી જોડાયા હતા અને પોથીજીની હર્ષભેર પધરામણી અયોધ્યા નગરી ખાતે થઇ હતી.
પોથીયાત્રા રેસકોર્સ અયોધ્યા નગરી પાસે પહોચી ત્યારે નાસિક બેન્ડની સુરવલીઓએ અનોખો માહોલ ઉભો કર્યો હતો. વિઠ્ઠલ વિઠ્ઠલ …ની ધૂન, અને અન્ય ધુનોએ આકર્ષણ જમાવ્યું હતું. જ્યાં જ્યાં થી પોથી યાત્રા પસાર થઇ ત્યાં લોકોએ પોતાના વાહનો રોકી પોથીના દર્શન કર્યા હતા. રજવાડી બગીમાં ભાગવતજી પોથી રાખવામાં આવી હતી. સાથોસાથ રંગબેરંગી આકર્ષિત છત્રીઓ સાથે શાનભેર પોથીયાત્રા આગળ વધી હતી અને સૌ શ્રદ્ધાળુ ઓ એ ભાવ સભર પુષ્પો અર્પણ કર્યા હતા. પોથી યાત્રામાં ઘોડેસ્વાર બાળકોએ પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઢોલ,શરણાઈના તાલ અને સુર તથા શિવ સ્તુતિએ માહોલ ધર્મમય બનાવી દીધો હતો.
રાજકોટમાં આજથી 8 દિવસ આ અનેરો ધર્મોત્સવ શરુ થયો છે અને રામભાઈ મોકરીયા યજમાન પરિવાર દ્વારા જે ભાગવત કથાનો આરંભ થયો છે એની શરૂઆત જ આ પોથી યાત્રાના ઉલ્લાસ અને ઉમંગ થી થઇ છે અને લોકોમાં ભાવપૂર્વક જોડાયા હતા. સવાર થી જ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભાગવત કથામાં દિવ્ય કાર્યક્રમની સર્જાશે હારમાળા: રામભાઇ મોકરિયા
રાજયસભાના સાંસદ રામભાઇ મોકરીયાએ જણાવ્યું હતું કે, ભાગવત કથામાં વિવિધ દિવ્ય કાર્યક્રમોની હારમાળા સર્જાશે. સાથો સાથ રર તારીખના પ્રભુ શ્રીરામ અયોઘ્યામાં બીજરામન થશે ત્યારે કથામાં લાઇવ ટેલીકાસ્ટ કરશું. સાહિત્ય અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવશે. આ ધાર્મિક વાતાવરણમાં સમગ્ર શહેર રામમય બન્યું છે.